Nashib Vada Ne Mata Made Lyrics in Gujarati | નશીબવાળા ને માતા મળે લિરિક્સ ગુજરાતીમાં

Nashib Vada Ne Mata Made
Singer : Raymal Padivada , Lyrics : Viram Jorvada
Music : Jacky Vaghela , Label : Vagheswari Recording Studio
 
Nashib Vada Ne Mata Made Lyrics in Gujarati
| નશીબવાળા ને માતા મળે લિરિક્સ ગુજરાતીમાં 
 
હો આંખ મારી રડે એ પેલા પોચી વળે
એતો જેનું કરમ હોય એને સિકોતર મળે
હો વિધાતાના લેખમાં મેખ તું મારે
એતો જેનું નસીબ હોય એને મેલડી મળે

હો તારા આધારે જીવન અમે જીવીયે
જોજે ખોટું ડગલું કદી ના ભરીયે
તારા આધારે જીવન અમે જીવીયે
જોજે ખોટું ડગલું કદી ના ભરીયે

આંખ મારી રડે એ પહેલા પોચી વળે
એતો જેનું નસીબ હોય એને માતા મળે
હો એતો જેનું કરમ હોય એને માતા મળે

હો હતી મારી દુઃખની વેળા ભેડી તું માવડી
તારા આધારે ચાલે જીવનની નાવડી
હો હોજને હવાર માં હંભાળ તું રાખતી
તારા પરચાની વાતો દુનિયા આખી જાણતી

મારા ઉમાવાને ઓરતા પુરા તે કર્યા
ભાવથી તારા દીવળા ધર્યા
આંખ મારી રડે એ પેલા પોચી વળે
એતો જેનું કરમ હોય એને માતા મળે
હો એતો જેનું નસીબ હોય એને માતા મળે

હો જેના રે ઘરમા માં ના દીવડા પ્રગટાયા છે
એના ઘેર રૂડા રજવાળા થાય છે
હો તારું મંદિર ભાળી મન હરખાય છે
મનની મનોકામના મારી પૂરી થાય છે

હો રાતને દિવસ તારી માળા રે કરી
જીવનમાં મારી ખુશીઓ તે ભરી
આંખ મારી રડે એ પહેલા પોચી વળે
એતો જેનું નસીબ હોય એને માતા મળે
હો એતો જેનું કરમ હોય એને માતા મળે

માં કાળા કળિયુગ નો પોરો આયો દેરા
એ માં દુનિયા કાળા કળિયુગના રંગમાં રંગોણી
મારી સિકોતર મેલડી અમને તારા નામનો રંગ લાગ્યો દેરા
એ મારી મઘુમાના ના ઓરતા ઉમાવા
મારા ધરમસિંહ ભઈનો હાચો ભરોહો દેરા આવો

અરે રે મારો હાચો આધાર મારા વિશુભઈનો હાચો હંગાથ
એ મારી સિકોતર મેલડી મારું હાચું હોનું દેરા આવો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »