Ae Mua Ne Kejo Lyrics in Gujarati | એ મૂઆ ને કેજો લિરિક્સ ગુજરાતીમાં

Ae Mua Ne Kejo - Gopal Bharwad & Manisha Bharwad
Singer : Gopal Bharwad & Manisha Bharwad
Music : Jackie Gajjar , Lyrics : Hari Bharwad
Label : Jigar Studio
 
Ae Mua Ne Kejo Lyrics in Gujarati
| એ મૂઆ ને કેજો લિરિક્સ ગુજરાતીમાં 
 
હો હેત થી ભરેલ હાંઢા મારા ઢુંઢતા ના જડતા રે
હો હેત થી ભરેલ હાંઢા મારા ઢુંઢતા ના જડતા રે
એ મૂઆ ને કેજો એક વાર આંટો મલક મારે

હો હાથે ગુધેલું માણા મારુ રોજ મને હંભારે
સરકારી સિપાઈ જાજા મારુ કમાળ કોણ ઉગાડે
હો હૈયા માં બળે વેદના એનો જીવ દયા ખાતો
મારા પગલે ઉજળ ફળિયા મને મેણાં નો ખવડાવતો

હો એકલો વેઠું વેદનાઓ ના નજારો તારી ભાળે
સીમાડા ઘણા છેટા કમાળ કોણ રે ઉગાડે
હો એ મૂઆ ને કેજો એક વાર આંટો મલક મારે

હો વાટ જોઈ જોઈ વેળા કાઢું કોણ હાંભળે હાર
આભલે મોઢું બતાવે ના જાલે મારો હાથ
હો પરણી તને લાયો નવી જાણી તારી ભાત
ભૂલ કરીને બેઠો રોકાણો વિદેહ વાટ

હો ઘર એક ખેતર વગડા તો મારે નોતું જાવું છેટા
એક ખોડિયામાં બે જીવ તારી વાટે અમે બેઠા
હો કાળજું કરી કઠણ મેલી હાલ્યો એના હાલે
પીંજરે પુરાણો પીયું તારો હાથ કોણ જાલે

હો એ મૂઆ ને કેજો એક વાર આંટો મલક મારે

હો દુબળી ડેલી એ અભાગીઓ થયો મારે ભવ
તું વાળ્યો ના વાળ્યો તને શું મૂઆ હું કઉ
હો આવજો એવું કેતી તો કેમ આવ્યા વગર રહું
ભૂલ કરીને ભટકું કયા મોઢે જવાબ દઉં

હો છાની છાની શેવાળે રોતી નો મળ્યો તારો કાગળ
વટેમાર્ગુ જોવા મળે એ નો દેતા તારા વાવડ
હો હૈયાનો હંસલો મલખે આજ મુખડું જોવા માટે
સીમાડા ઘણા છેટા રોકાણો વિદેહ વાટે
હો એ મૂઆ ને કેજો એક વાર આંટો મલક મારે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »