Sam Same Nehada Lyrics in Gujarati | સામ સામે નેહડા લિરિક્સ ગુજરાતીમાં

Sam Same Nehada -Manisha Bharwad
Singer : Manisha Bharwad , Music : Shashi Kapadiya
Lyrics : Malsur Rabari , Label : Jigar Studio
 
Sam Same Nehada Lyrics in Gujarati
| સામ સામે નેહડા લિરિક્સ ગુજરાતીમાં 
 
હે નદી ના કાંઠે વાલમ હતા સામ સામે નેહડા
હે નદી ના કાંઠે વાલમ હતા સામ સામે નેહડા
નાનપણ માં લાગ્યો તમ થી નેહડો રે મારા જી

એ તન હૈયે રાખી
એ તને હૈયે રાખી હેડકી ને બહુ મારા હમ
વિહરતો વાલમ તને વઢશું રે મારા જી
એ વિહરતો વાલમ તને વઢશું રે મારા જી

પણ નાના નાના હતા ને રમતા શેરીયે
અરે રે આતો ત્યારથી મળ્યાતા મન
એ પણ મોટા એ મોટા મોટા થઈને જુદા પડીયા
અરે રે કેદી મળશુ પાછા વાલમા
અરે રે કેદી મળશુ પાછા વાલમા

એ ઓલ્યા વેહતા ઝરણા ના પીધા હારે નીર
ખોબલીયે ખુટ્યા વિરહડા રે મારા જી
એ તારા નેહડે કિલોલ
એ તારા નેહડે કિલોલ કરતી ફરતી એકલી
ક્યા જુદો થયો વન નો મોરલો રે મારા જી
એ ક્યા જુદો થયો વન નો મોરલો રે મારા જી

પણ મજબુર મજબુર થઈ ગયુ મારે જીવવુ
અરે રે નથી નિંદર આવતી નૈંન
એ પણ ઉભી એ ઉભી ખુમર્યાદા ને ઉંમરે
અરે રે મને હામ્ભરે મીઠા વેણ
અરે રે મને હામ્ભરે મીઠા વેણ

મારા પિયુ શિવાય મારે બધા બાપ ને ભાય
હૈયા ના હેત બીજે ના ખેલવું રે મારા જી
એ કોની નજર એ કોની નજર લાગી આપણી જોડ ને
વિખુટા પડી ને વિંધાઈ ગયા રે મારા જી
હે નાનપણ થી લાગ્યા હતા નેહડા રે મારા જી

પણ મોરલો મોરલો બોલ્યો મઘ રાત નો
અરે રે એનો ટહુકો તડપાવે દિન
પણ દુનિયા એ દુનિયા આખી મા મારી એક તમે
અરે રે પેલા મન હામ્ભરો મારા જી
અરે રે પેલા મન હામ્ભરો મારા જી

એ વાટે ને ઘાટે હુ તો જોઉં તમારી વાટ
એવી કઈ રે દિશા થી તમે આવશો રે મારા જી
એ માંગુ માંગુ
એ માંગુ માંગુ તમારી પાસે જન્મો નો સાથ
નથી રે જોતી મારે સાયબી રે મારા જી
એ તારા શિવાય નથી જોતી સાયબી રે મારા જી

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »