Gamdu Lyrics in Gujarati | ગામડું લિરિક્સ ગુજરાતીમાં

Gamdu - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Hitu Barot
Music : Ravi - Rahul , Label : Jhankar Music
 
Gamdu Lyrics in Gujarati
| ગામડું લિરિક્સ ગુજરાતીમાં 
 
હે ગોમડા છોડી ને અમે શેર માં આયા 
પણ મેલાતી નથી ગોમડા ની માયા 
આ ગોમડા માં જીવ રે અમારા ભરાયા...(૨)  

હો ગોમડા છોડીને ભલે શેર માં આયા  
પણ મેલાતી નથી ગોમડા ની માયા 
આ ગોમડા માં જીવ રે અમારા ભરાયા 
હો ગોમનુ ગોદરુ  ને વડલા નો છાયો 
મારો આ જીવ એની યાદ માં પરોયો 
હે નોનપણ વીત્યું ને પેસી થયા જવાનીયા ને 
પેસી શેર માં કમાયા અમે આયા 
આ જીવ ગોમડા જીવ રે  ભરાયા...(૨)  

હો મરચું રોટલો ગોળ હોશે થી ખાતા  
શેર ના પીઝા ના ભાવ્યા 
હે રૂડા મારા શેર ના પીઝા ના ભાવ્યા 
કુવા નું મીઠું પાણી અમે પીતાતાં 
મિનરલ ના બાટલા ચોથી આયા 
હે રૂડા મારા મિનરલ ના બાટલા ના ભાવ્યા 
હો મન મરીયાદા હતી ગોમડા ની ઓળખાણ 
શેર માં પૈસા વગર તમે કોણ ને હું કોણ 
હો હખદખ ની વાતો આપણે જોડે કરતાતા 
શેર માં એકલા રેવા ના દાડા આયા 
આ ગોમડા માં જીવ રે અમારા ભરાયા...(૨)

હો પેંડલ મારી સાયકલ ચલાવી લેતાતા  
ગાડીઓ રેશ માં ફસાયા 
હે રૂડા મારા ગાડીઓ રેશ માં ફસાયા 
હો વેળા ની ડોનગી અમે લેતાતા  
મહિના ના પગારે લલચાયા  
હે રૂડા મારા મહિના ના પગારે લલચાયા  
વેળાએ વાળુ અમે કરતાતા 
શેર માં પૈસા આગળ બધું ભૂલી જાતા 
હે જય માતાજી રામ રામ અમે કરતાતા 
હાય હેલો ના ચક્કર માં ચકરાયા 
આ ગોમડા માં જીવ અમારા ભરાયા    
મારા ગોમડા માં જીવ અમારા ભરાયા...(૨)    
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »