Mogal Nu Naam Levu Lyrics in Gujarati |મોગલનું નામ લેવું લિરિક્સ ગુજરાતીમાં

Mogal Nu Naam Levu - Nirrav Barot
Singer :- Nirrav Barot , Lyrics :- Ketan Barot
Music :- Gaurang Pala , Label :- Nirrav Barot
 
Mogal Nu Naam Levu Lyrics in Gujarati
|મોગલનું નામ લેવું લિરિક્સ ગુજરાતીમાં 
 
હો… દેવ નું રખાય ના દેવુ,
મોગલનું નામ લેવું રે…
દુઃખ હોય ભલે ગમે તેવું…
મોગલનું નામ લેવું રે…

હો… હાથ જોડુ ને થાય હાજર,
દાઢાળી દેવી,
દુખિયાની છે દાતાર,
મોગલનું નામ લેવું રે…

મારી આયલ ભરોસે કાયમ રહેવું,
મોગલનું નામ લેવું રે…
દેવનું રખાય ના દેવુ,
મોગલનું નામ લેવું રે…

હો… કોરા કાગળ જેવું કર્મ અમારું,
મોગલ મળીને જીવન બદલાયું અમારું…

હો… રેતીમાંથી આયલ રતન બનાવે,
મોગલનો માર્ગ જે કોઈ અપનાવે…

હો… કણમાંથી મણ કરે, 
કલ્યાણ વાળી મોગલ,
સુખ આપે છે અપાર,
મોગલનું નામ લેવું રે…

હો મોગલ વગર ના કોઈને કેવું 
મોગલનું નામ લેવું રે 
દેવનું રખાય ના દેવુ,
મોગલનું નામ લેવું રે…

હો… કરે કંકુ ના જેનાં માથે રાખે દયા,
એની કૃપાથી રંક રાજા બની ગયા….

હો… કલ્યાણેશ્વરી મોગલ ખોટ ના પડવા દે,
કાયમ હસાવે, માં કદી ના રડવા દે…

હો… કેતન બારોટ કે,
મોગલ મનના મંદિરમાં બેઠી,
સદા સહાય કરનાર,
મોગલ નું નામ લેવું રે…

હો… આંસુના આવાદે તલ જેવું,
મોગલનું નામ લેવું રે…
દેવનું રખાય ના દેવુ,
મોગલનું નામ લેવું રે…
 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »