Suhani Safar Lyrics in Gujarati | સુહાની સફર લિરિક્સ ગુજરાતીમાં

Suhani Safar - Vikram Thakor
Singer : Vikram Thakor , Lyrics : Bharat Rami
Music : Amit Barot , Label : Jhankar Music
 
Suhani Safar Lyrics in Gujarati
| સુહાની સફર લિરિક્સ ગુજરાતીમાં 
 
તારા મારા પ્રેમની સુહાની સફર
લાગણીના ફૂલથી સજાવી મેં ડગર

તારા મારા પ્રેમની સુહાની સફર
લાગણીના ફૂલથી સજાવી મેં ડગર
તને દિલમાં રાખું જિંદગીભર
હવે રાખીશ ના કોઈનો તું ડર

ઓ હમસફર ઓ હમસફર
તારી ને મારી આ પ્રીત છે અમર
તારા મારા પ્રેમની સુહાની સફર

હવે તો જિંદગીમાં પ્રીતની સુવાસ છે
જોને તું ચારે કોર પ્રેમનો પ્રકાશ છે
હો બીજું કશું ના હવે પામવાની આશ છે
મારું નસીબ છે કે તું મારી પાસ છે

અલગા થઈશું ના હવે આપણે કદી
સાથે રહીને જીવીશું આખી જિંદગી
તારી બાહોમાં વિતાવું ઉમર
દૂર જવા ના દઉં એક પળ

ઓ હમસફર ઓ હમસફર
તારી ને મારી આ પ્રીત છે અમર
તારા મારા પ્રેમની સુહાની સફર

હો હાથોમાં હાથ લઈને આપું છું વચન તને
જુદા નહીં કોઈ કરી શકે તને મને
હો હૃદયની ઉર્મિઓમાં સાચવીશ હું તને
કર્યો છે પ્રેમ તો નિભાવું હું ખરા મને

ખળખળ વહી જતા ઝરણાઓની જેમ
પળ પળ લહેરાતો તારો મારો પ્રેમ
પ્રીત તારી ને મારી અમર
એનો પડશે પ્રભાવ જગ ઉપર

ઓ હમસફર ઓ હમસફર
આ તો છે આપણા પ્રેમનું ઘર
આ તો છે આપણા પ્રેમનું ઘર 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »