Vala Sajan Re Lyrics in Gujarati | વાલા સાજણ રે લિરિક્સ ગુજરાતીમાં

Vala Sajan Re
Singer : Kaushik Bharwad & Tejal Thakor
Lyrics : Jashwant Gangani , Music : Vishal Vagheshwari
Label : Jhankar Music
 
Vala Sajan Re Lyrics in Gujarati
| વાલા સાજણ રે લિરિક્સ ગુજરાતીમાં 
 
હે વાલા સાજણ રે
સોળ વર્ષ નું જોબન ઘૂંઘટ ખોલે રે
હવે માણીગર મારી મેડીયે લઇજા ને માણારાજ
હવે માણીગર મારી મેડીયે લઇજા ને માણારાજ

હે ગોરી મોરી રે
હે દેશ રે પરદેશી વેપારી તેડાવું રે
તને સોળે રે શણગાર કરી લઇ જાશું માણારાજ
તને સોળે રે શણગાર કરી લઇ જાશું માણારાજ

હે હાથી રે દંતી ચૂડી ઘડાવો
કાંબી ને કડલા સોને મઢાવો
રૂપાળી ભાતો પાડવો રે
ઓ સાજણજી

હે લાખ સાવ ની નથડી લાવુ
હરખે એમા હીરા જડાવું
નમણા નાકે પેરાવુ રે
હો ઓ પાતલડી
હે પ્યારા પ્રીતમ રે

માંડવડે રૂડી શરણાઈયુ વગડાવો રે
હવે માણીગર મારી મેડીયે લઇ જાને માણારાજ
તને રે સોળે રે શણગાર કરી લઇ જાશું માણારાજ

મન ની કોયલ જોબન ડાળે ગીતડાં ગાતી
નમતા ઢાળે વાટુ તમારી જોતી રે
ઓ વાલમજી

હે રાધુડી તારો કાનો થઇ આવુ
જીવ થી જાજા લાડ લડાવું
પ્રીત્યું ના રંગે રમાડું રે
હો ઓ રૂપલડી

હે પ્યારા મોહન રે
અલ્યા મીઠું મીઠું બોલી મન તલભાવે રે
હવે માણીગર મારી મેડીયે લઇ જાને માણારાજ
હવે માણીગર મારી મેડીયે લઇ જાને માણારાજ
તને રે સોળે રે શણગાર કરી લઇ જાશું માણારાજ
હે વાલા સાજણ રે

સોળ વર્ષ નું જોબન ઘૂંઘટ ખોલે રે
હવે માણીગર મારી મેડીયે લઇ જાણે માણારાજ
તને રે સોળે રે શણગાર કરી લઇ જાશું માણારાજ
હવે માણીગર મારી મેડીયે લઇ જાને માણારાજ

લઇ જાશું માણારાજ
લઇ જાને માણારાજ
લઇ જાશું માણારાજ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »