Bhagvati 2.0 Lyrics in Gujarati | ભગવતી 2.0 લિરિક્સ ગુજરાતીમાં

Bhagvati 2.0 - Devin Odedra
Singer - Devin Odedra , Lyrics - Pratik Ahir
Music - Gavrang Pala , Label - Devin Odedra Official
 
Bhagvati 2.0 Lyrics in Gujarati
| ભગવતી 2.0 લિરિક્સ ગુજરાતીમાં 
 
તારો ભરોસો ભગવતી મા એક તારો આશરો 
કરવાને વારુ આવજે કળયુગનો વાયો વાયરો 
પોકારીયે પરમેશ્વરી નાભી તણો આ નાદ છે
તુ તાર કે ભવતાર માડી લાજ તારે હાથ છે

રડ્યો રખડ્યો મા ભટકયો માવડી દે જે શરણ
વાલા હતા વેગે ગયા મા એક તુ ચિંતાકરણ
આશરણ શરણ લેજે ચરણ મા તુ જ માને બાપ છે
તુ તાર કે ભવતાર માડી લાજ તારે હાથ છે(2)

અપરાધી છુ હુ ઇશ્વરી સ્વીકાર છે તારી સજા 
તુ ન્યાય મારો લાવજે પુગે નહી મારા ગજા 
પોકારતી તારી પ્રજા હવે હાલ તારા કામ છે
તુ તાર કે ભવતાર માડી લાજ તારે હાથ છે(2)

સગપણ બધા છેટા થયા તારા સીવામા કોણ છે
નીભાવવામા આવજે નાતો તુથી અણમોણ છે
સમરણ કરુ થા સાબદી ભુલી ગઈ કે યાદ છે
તુ તાર કે ભવતાર માડી લાજ તારે હાથ છે(2)

ઉભો છુ તારા આંગણે વિનવુ તને વરદાયની 
નમવાના દેજે પાઘડી તુ દોડજે દુખ હારની
પરિણામની પરવા નહી વિશ્વાસની આ વાત
તુ તાર કે ભવતાર માડી લાજ તારે હાથ છે(2) 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »