Mara Sayba Lyrics in Gujarati | મારા સાયબા લિરિક્સ ગુજરાતીમાં

Mara Sayba - Rinku Bharwad
Singer - Rinku Bharwad , Lyrics - Ganu Bharwad
Music - Utpal Barot & Vishal Modi
Label - Karma Vision
 
Mara Sayba Lyrics in Gujarati
| મારા સાયબા લિરિક્સ ગુજરાતીમાં 
 
મારા સાયબા તમે મારી આંખોના રતન
હો મારા સાયબા તમે મારી આંખોના રતન
સાયબા તમે મારી આંખોના રતન

મળ્યા છો તો મળજો હર જનમ 
હો ...મળ્યા છો તો મળજો હર જનમ 

મારી જોડે તમે રહેજો થઈને હમદમ 
જોડે તમે રહેજો થઈને હમદમ 
મળ્યા છો તો મળજો હર જનમ 
હો ...મળ્યા છો તો મળજો હર જનમ 

મારા તે સુખનું સાચું સરનામું 
ભુલું આખી દુનિયા એક તમને હું જાણું 
મારા તે સુખનું સાચું સરનામું 
ભુલું આખી દુનિયા એક તમને હું જાણું 

ઘણી મળી ખુસીયો નથી રહયા કોઈ ગમ 
મળી ખુસીયો નથી રહયા કોઈ ગમ 
મળ્યા છો તો મળજો હર જનમ 
હો ...મળ્યા છો તો મળજો હર જનમ 

હો જીવ બની ધડકનમાં ધડકવા લાગ્યા  
ભગવાન પાસેથી અમે તમને રે માગ્યા 
હો હૈયેથી હેત વાલમ ઓછા ના રે કરતા 
કોઈ દાડો અમને જાકારો ના દેતા 

તમે મળ્યાને મારા પુરા બધા અરમાન 
પગ ધોઈ પાણી પીવ તમે મારા ભગવાન 
તમે મળ્યાને મારા પુરા બધા અરમાન 
પગ ધોઈ પાણી પીવ તમે મારા ભગવાન 

મેં માગ્યા તમે મળ્યા મારી પુરી થઇ રસમ 
માગ્યા તમે મળ્યા મારી પુરી થઇ રસમ 
મળ્યા છો તો મળજો હર જનમ 
હો ...મળ્યા છો તો મળજો હર જનમ 

હો વિધાતાએ તમ જોડે લેખ મારા લખ્યા 
મારા કરેલા બધા વ્રત આજ ફળયા 
હો ભવેભવ તુટે ના અમર એવી જોડ 
તુજ સંગ જીવવાના દિલમાં એવા કોડ 

હો મળ્યો તારો સથવારો હું ભાગ્યશાળી 
વેરણ જીંદગી મારી બની અંજવાળી 
મળ્યો તારો સથવારો હું ભાગ્યશાળી 
વેરણ જીંદગી મારી બની અંજવાળી 

હો અમે તમારું કીધું કરશું થઈ લીધી એ કસમ
અમે તમારું કીધું કરશું થઈ લીધી એ કસમ  
મળ્યા છો તો મળજો હર જનમ 
હો ...મળ્યા છો તો મળજો હર જનમ 
હો ...મળ્યા છો તો મળજો હર જનમ 
હો ...મળ્યા છો તો મળજો હર જનમ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »