Shu Tane Mari Yaad Nathi Aavati Lyrics in Gujarati | શુ તને મારી યાદ નથી આવતી લિરિક્સ ગુજરાતીમાં

Shu Tane Mari Yaad Nathi Aavati - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Lyrics : Aarav Kathi
Music : Dipesh Chavda , Label - Saregama India Limited
 
Shu Tane Mari Yaad Nathi Aavati Lyrics in Gujarati
| શુ તને મારી યાદ નથી આવતી લિરિક્સ ગુજરાતીમાં 
 
તારી યાદો ના સહારે આ જિંદગી
આ દિલ કરી ગયા તમે જખમી
તારી યાદો ના સહારે આ જિંદગી
મને મોત મળી જાય તું કર બંદગી

એને યાદ કરી આજે પણ આખો આ ભીંજાતી...(2)
એને યાદ કરી આજે પણ આખો આ ભીંજાતી
એ પાગલ થી હવે મારી વાત નથી થાતી

એના ગયા પછી દિવસો જાય રાત નથી જાતી..(2)
એ પાગલ થી હવે મારી વાત નથી થાતી

મજબુર હશે કે હશે હારી મહોબત્ત માં
વિરહ ની વેદના લઇ ફરું હું તો દલ માં

એની તસ્વીર જોઈ ને મારી આખો ઉભરાતી...(2)
એની તસ્વીર જોઈ ને મારી આખો ઉભરાતી
એ પાગલ થી હવે મુલાકાત નથી થાતી
એ પાગલ થી હવે મારી વાત નથી થાતી

એકલા પડી ગયા અમે થઇ એનાથી જુદા
જુદાઈ ના જખમો દિલ માં ઘાવ કરે સીધા
સપના જોયેલા મારા રહી ગયા અધૂરા
ભગવાન જાણે હવે થાશે કદી પુરા

રડી પડે આખો એ દિવસ યાદ કરતા
હું એના માટે ને એ મારા માટે જીવતા
ઘણી વાતો મુલાકાતો હજી રહી ગઈ છે બાકી

ઘણી યાદો મુલાકાતો હજી રહી ગઈ છે બાકી...(2)
મારી ગાંડી થી હવે મારી વાત નથી થાતી
મારી પાગલ થી હવે મારી વાત નથી થાતી

વાર તહેવાર એના વગર છે રે સૂના
જુરી જુરી જીવવું પડે મારે એના વિના
સજા સેની મળી શું હતા મારા ગુના
યાર નવા મળ્યા કે શું અમે થયા જુના

જીવવા ખાતર જીવું તારી યાદો ના સહારે
જખમી આ આશિક શું કહે રે વધારે
જેના લીધે જીવીયે છીએ અમે થઇ ને બરબાદ

જેના લીધે જીવીયે છીએ અમે થઇ ને બરબાદ...(2)
એ પાગલ ને હવે મારી યાદ નથી આવતી
એ દિલ ને હવે મારી યાદ નથી આવતી

મારી પાગલ હવે મને નથી રે ભુલાવતી 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »