Dur Karo Ne Have Duriya Lyrics in Gujarati | દૂર કરો ને હવે દુરિયા લિરિક્સ ગુજરાતીમાં

Dur Karo Ne Have Duriya - Mahesh Vanzara & Hansha Bharwad
Singer : Mahesh Vanzara & Hansha Bharwad
Lyrics : Kandhal Odedara , Music : Shashi Kapadiya
Label : T-Series
 
Dur Karo Ne Have Duriya Lyrics in Gujarati
| દૂર કરો ને હવે દુરિયા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો આંખલડી આ થાકે તોયે મારગ તારો તાકે
આપો છો સજા પિયુ તમે કિયા વાંકે
કે સૂરજ જેમ ધરતી ને હમી હાંજે ઢાંકે
આઈને ઉભો રઈશ રાહ જો જો ગામ ના ઝાંપે

હા તારા વિના અમે બહુ ઝુરિયા
દૂર કરો તમે આ દુરિયા
હા તારા વિના અમે બહુ ઝુરિયા
દૂર કરો તમે આ દુરિયા
રાહ આઈને આંખો થાકી
વેલા આવો તમે વાલમિયા

હા મારી પણ છે મજબૂરી
એટલે છે આપણી દૂરી
અમે આઈને ઓ વાલી
ખ્વાઈશોં કરશું પુરી

હા પિયુ આવો મારે દેશ
સુના દિલ નો મારો નેશ
તને ઓઢીને ધરવો તારો વેશ

હે હો ઓ ઓ
થોડા કાઢી લો ને દાડા
ના રેસે સૂના માળા
ઘોર અંધારે અજવાળા
કરશે કરશનજી કાળા
કરશે કરશે માધવ અજવાળા

હો તોરણ તારા શમણા ના
આંખડીએ સજાવી
શોધવા તારા પગલા હુ
આકાશ ખેડી આવી

અરે ઓ હો હો
તારા શમણા પુરા કરવા
દરિયા મા પાડુ કેડી
તારી કાજે દુનિયા ની બધી
તોડી આવુ બેડી

હો મારા મનડા ના ઉમંગો
ફિકા લાગે બધા રંગો
ના સમય તારી યાદ ના તરંગો

અરે ઓ ઓ ઓ ઓ
હુ સેવક છુ સરકારનો
બંદોબસ્ત છે તહેવારનો
કેમ મુકીને પડતું આવુ
ખભે વજન છે 3 સ્ટારનો
કે ખભે વજન 3 સ્ટારનો

હો પારસમણી બનીને તુ શોભે મારી માથે
તારા નામ ની મહેંદી આજ શોભે મારા હાથે

હો ઓ આવીને શણગાવીશ વાલી હુ તો મારા હાથે
અવસર ને ઊજવશું ભેળા મળી આપણે સાથે

હા ના હામ્ભળુ તારી વાણી મારી આંખે આવે પાણી
રાહ જોવે તારી રૂદિયા ની રાની

અરે ઓ ઓ ઓ ઓ
ના કરો જીવ રઘવાયો તારો સાયબો સૌથી સવાયો
મારા ખાલી આ ખોડિયા માં વાલી જીવ તારા માં સમાયો
અરે હુ વેલો વેલો આયો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »