Modhe Magyo Hot To Jiv Maro Aalat Lyrics in Gujarati | મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત લિરિક્સ ગુજરાતીમાં

Modhe Magyo Hot To Jiv Maro Aalat - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Music : Shashi Kapadiya
Lyrics : Prakash (Jay Goga) & Harshad Meer
Label : Tips Gujarati
 
Modhe Magyo Hot To Jiv Maro Aalat Lyrics in Gujarati
| મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત લિરિક્સ ગુજરાતીમાં 
 
એકવાર કહી તો જોવું તું તને ના હું ના પાડત
એકવાર કહી તો જોવું તું તને ના હું ના પાડત
કહી તો જોવું તું તને ના હું ના પાડત
મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત
હો મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત

હો તે કેમ કર્યું આવું હવે બોલ મારી જાનુ
આ શું થઈ રહ્યું છે મને નથી સમજાતું
ભરોસો કરી તો જુઓ તો ગામ વચ્ચે હાથ જાલત
કર્યો હોત ભરોસો તો ગામ વચ્ચે હાથ જાલત
મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત
હો મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત

હો ઘડીકમાં પારકા તમે થઈ જાશો
પછી શું થાશે મારું યાર
હો તારા વગર મને ઘડીએ ના ચાલતું
ખબર છે તને મારા પ્યાર

હો શું હતી મજબૂરી થઈ તારી મારી દુરી
તને મારાથી વધારે શું હતું રે જરૂરી
હો મને નતી રે ખબર કે મારા વગર તને ચાલત
નતી રે ખબર કે મારા વગર તને ચાલત
મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત
હો મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત

હો મરીશું અમે વાલી યાદમાં તમારી
રોઈ લેજો તમે એકવાર
હો દીવાલે હશે જ્યારે અમારો ફોટો
જોઈ લેજો તમે છેલ્લી વાર

હો હવે કોઈ દાડો મારે તને નથી મળવાનું
મારો આત્મા નીકળશે ખાલી શરીર બળવાનું

હો એકવાર કહી તો જોવું તું તને ના હું ના પાડત
કહી તો જોવું તું તને ના હું ના પાડત
મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત
હો મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »