Rumzum Pagle Aavi Lyrics in Gujarati

Rumzum Pagle Aavi - Lalita Ghodadra
Singer - Lalita Ghodadra , Label - Studio Sangeeta 
 
Rumzum Pagle Aavi Lyrics in Gujarati
| રૂમઝુમ પગલે આવી લિરિક્સ ગુજરાતીમાં |
 
હે રૂમઝુમ પગલે આવી માયરામાં બેનડી ,
હો કુમકુમ પગલે આવી માયરામા બેનડી ,
જાણે ઢળકતી ઢેલડી રે ,
આવી આવી મારી બેનડી ,
રૂમઝુમ પગલે આવી ...

કંચન વર્ણા કાંડે કંકણ રણકે ,
નાજુક પગલે ઝાંઝર ઝણકે ,
હો છલકે આનંદની હેલડી રે ,
આવી આવી મારી બેનડી ,
રૂમઝુમ પગલે આવી ...

પહેર્યો રાતો ચૂડલોને ઓઢી નવરંગ ચૂંદડી ,
સેંથીયે  સીંદુર સોહેને ભાલે કુમકુમ ટીલડી ,
હો નમણી નાગર વેલડી રે ,
આવી આવી મારી બેનડી ,
રૂમઝુમ પગલે આવી ...

 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »