Phone Ma Taro Foto Joyo Lyrics in Gujarati

Phone Ma Taro Foto Joyo - Vishal Hapor
Singer - Vishal Hapor , Music - Dhaval Kapadia
Lyrics - Manu Rabari , Label - Zee Music Company
 
Phone Ma Taro Foto Joyo Lyrics in Gujarati
| ફોનમા તારો ફોટો જોયો લિરિક્સ ગુજરાતીમાં |
 
એ ફોનમા તારો ફોટો જોયો મમ્મી પુછે કોણ છે
હે ફોનમા તારો ફોટો જોયો મમ્મી પુછે કોણ છે
હે ફોન તારો વેટીંગ આવે ઘડી ઘડી મેસેજ આવે
ફોન તારો વેટીંગ આવે ઘડી ઘડી મેસેજ આવે
મને લાગે કે તારા પ્પાને બધીયે તારી જોણ છે
જોયો જોયો ફોનમાં તારો ફોટો જોયો મમ્મી પુછે કોણ છે

હે બહાર ગ્યાતા પપ્પા મારા આયા થોડા લેટ
જોઈ ગયા કરતા મને તારી જોડે ચેટ
હે પપ્પા કે છે જઈ મમ્મીને થઈ છે અધડી રાત
કોની જોડે કરતો હશે આટલા મોડા વાત
હે નોમ લઈ તું લમણો તુટે નક મારો ફોન ફુટે
નોમ લઈ તું લમણો તુટે નક મારો ફોન ફુટે
મમ્મી માથે પપ્પાનું તો બહુ ભારે દબાણ છે
હે ફોનમા તારો ફોટો જોયો મમ્મી પુછે કોણ છે

હે બકા પ્રેમમાં આવું થાવાનું ના મફતમાં ચોઈ મળતું
હે દિલ દીધું તો દુઃખી થાવાનું ના મફતમાં ચોઈ મળતું
અરે ના મફતમાં ચોઈ મળતું

હો ચમ કરી હું દિલની વાત મમ્મીને બતાવું
ગુસ્સા વાળા પપ્પા મારા ચમ કરીને કહેવું
હો ધરમસંકટ મારે જવાબ તો શું દેવો
પ્યાર કરી જાનુ હું તો ફસાઈ ગયો કેવો
હે કહેવા જવ તો કહી ના શકું તારા વગર રહી ના શકું
કહેવા જવ તો કહી ના શકું તારા વગર રહી ના શકું
મમ્મી પુછે કહીદે બેટા હોમે વાળું કોણ છે
એ ફોનમા તારો ફોટો જોયો મમ્મી પુછે કોણ છે

હે બધું થઈ જાશે સારું રે ટેંશન ના કરતો
નોમ લઈ લેજે મારુ રે ટેંશન ના કરતો
હું કહી દઉં છું મમ્મીને તું લોચા ના કરતી
નોમ લઈ લઉં છું તારું રે તું લોચા ના કરતી  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »