Kano Dwarika Vado 2.0 Lyrics in Gujarati

Kano Dwarika Vado 2.0 - Rajesh Ahir
Singer - Rajesh Ahir & Nandlal Chhanga
Music -  Shivam Gundecha , Lyrics - Pratik Ahir
Label - Rajesh Ahir
 
Kano Dwarika Vado 2.0 Lyrics in Gujarati
| કાનો દ્વારીકા વાળો 2.0 લિરિક્સ ગુજરાતીમાં |
 
કાના તારી પ્રિત રે લાગી
હુ તો દિન-રાત રે જાગી
માવા તારી મુરલી વાગી
સુણી શાન ભાન હુ ભાગી રે …

સોનાની નગરીવાળો
દિલમાં દ્વારીકા વાળો
લાગે છે સૌને વાલો રે હે હે
મીઠી મીઠી મોરલીવાળો રે
દેવ દ્વારીકા વાળો રે ... x2

વાલો લાગે ગોમતી આરો, જાણે જમુના કિનારો
કાનો છે પ્રાણથી પ્યારો, હૈયે એક નામ તમારો.
રૂડા રજવાડા વાળો
ધોળી ધજાયું વાળો
શામળિયો શેઠ અમારો રે
દેવ દ્વારીકા વાળો રે ...

રાધા સંગ રાસ રચાવે, ગાયો ગિરધારી ચરાવે
ગોપીને કાન સતાવે, ઘેલું ઘનશ્યામ લગાવે.
માથે મોરપીંછ રૂપાળો
પીળા પીતાંબર વાળો
યશોદા નંદનોલાલો રે
દેવ દ્વારીકા વાળો રે ...

માખણ ને મિસરી વાલા જાવા દોને નંદદુલારા.
માવામારા મુરલીવાળા વિનવે વ્રજનીબાળા
નટખટ નંદનોલાલો
કાનો આખા વ્રજને વાલો
રાજા રણછોડ અમારો રે..
દેવ દ્વારીકા વાળો રે ... 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »

1 comments:

Click here for comments
Unknown
admin
March 22, 2023 at 3:22 PM ×

I just love this song 💞

Congrats Bro Unknown Thanks...
Reply
avatar