Saag Shisamno Dholiyo Re Vaalma Lyrics in Gujarati

 Saag Shisamno Dholiyo Re Vaalma
Singer : Padamshri Diwaliben Bhil
Music : Pankaj Bhatt , Lyrics : Traditional
Label : T-Series
 
Saag Shisamno Dholiyo Re Vaalma Lyrics in Gujarati
| સાગ સીસમનો ઢોલિયો રે વાલમા લિરિક્સ |
 
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા
અમરા ડમરાનાં વાણ મારા વાલમા
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા …
 
ત્યાં ચડી શ્રીકૃષ્ણ પોઢે મારા વાલમા
રૂકમણી ઢોળે છે વાય મારા વાલમા
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા …
 
વાય ઢોળંતાં પૂછિયું મારા વાલમા
સ્વામી અમને ચૂંદડિયુંની હોંશ મારા વાલમા
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા …
 
કેવાં તે રંગમાં રંગાવું મારા વાલમા
કેવી કેવી પડાવશું ભાત મારા વાલમા
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા …
 
કસુંબલ રંગમાં રંગાવો મારા વાલમા
ઝીણી ઝીણી ચોખલિયાળી ભાત મારા વાલમા
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા …
 
ઓઢી પહેરીને પાણી સંચર્યાં રે વાલમા
જોઈ રિયા નગરીના લોક મારા વાલમા
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા …
 
કેવા તે કુળના છોરૂ મારા વાલમા
કેવા તે કુળના વહુઆરૂં મારા વાલમા
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા …
 
માધવકુળના છોરૂ મારા વાલમા
જાદવકુળના વહુઆરૂં મારા વાલમા
સાગ સીસમનો ઢોલિયો રે વાલમા … 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »