Yaari Lyrics in Gujarati

Yaari - Jigar Thakor
Singer : Jigar Thakor
Music : Sashi Kapadiya & Vipul Prajapati
Lyrics : Chandu Raval , Lable : Mohini Beats
 
Yaari Lyrics in Gujarati
| યારી લિરિક્સ ગુજરાતીમાં |
 
ભલે એકડો ભણ્યા બગડો ભણ્યા તગડો ભણ્યા નઈ
તમે એકડો ભણ્યા બગડો ભણ્યા તગડો ભણ્યા નઈ
પણ યારોની છે યારી કદી છુટી પડશે નઈ

ભલે ક્કો બારખડી એબીસીડી હાવખે ભણ્યા નઈ
તોય દિલની છે દિલદારી કોઈ દી નોખી પડશે નઈ
એ ભેળા હતા ને ભેળા રેશું દિલની વાતો કરી દેશું
ભેળા હતા ને ભેળા રેશું દિલની વાતો કરી દેશું
ભલે સેરની સિટીને અમે વિદેશ જોયું નઈ
અરે પાક્કી છે ભાઈબંધી કોઈથી પાછી પડશે નઈ
પણ યારોની છે યારી કોઈ દી પાછી પડશે નઈ

હે જયા સુધીનો વિશ્વાસ એકબીજા પર કરશું
સુખ દુઃખમાં ભેળા રહીને સંકટ પાર પાડશું
એ દો રંગી દુનિયાની વાળે કદી ના ચડશું
કોકની વાતોમાં આવી જુદા ના પડશું
હે બાથ ભરીને ભેળા ફરશું
વગર વાંકે કોઈથી ના ડરશુ
બાથ ભરીને ભેળા ફરશું
વગર વાંકે કોઈથી ના ડરશુ
ભલે બંગલા ગાડી રૂપિયા અમે હાવખે જોયા નઈ
પણ યારોની છે યારી કદી નોખી પડશે નઈ

ભલે એકડો ભણ્યા બગડો ભણ્યા તગડો ભણ્યા નઈ
પણ  દિલની છે દિલદારી કોઈ દી નોખી પડશે નઈ
પણ યારોની છે યારી કદી છુટી પડશે નઈ

ભાઈબંધ માટે દુનિયાથી વેર બોનધશું  
લડવું પડે તો ભાઈબંઘી માટે લડશું
હો આમિર ગરીબની વાત હોઠે ના લાવશું
 ભાઈબંઘી હારૂ દોલત ઠુકરાવી મારશું
હે રાખશુંના દિલમાં દગો જણે મારો ભાઈ હગો
રાખશુંના દિલમાં દગો જણે મારો ભાઈ હગો
ભલે દુનિયાની અમે દુનિયાદારી હાવખે જોઈ નઈ
પણ જીવતા હશુ એટલા સુધી જુદા પડશું નઈ

ભલે એકડો ભણ્યા બગડો ભણ્યા તગડો ભણ્યા નઈ
પણ યારોની છે યારી કદી છુટી પડશે નઈ
પણ  દિલની છે દિલદારી કોઈ દી નોખી પડશે નઈ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »