Halone Mara Gamde Lyrics in Gujarati

Halone Mara Gamde - Mayur Chauhan
Singer: Mayur Chauhan , Music: Hemang Solanki
Lyrics: Narsinh Kher , Label: Zen Music Bhatigal Gujarat
 
Halone Mara Gamde Lyrics in Gujarati
| હાલોને મારા ગામડે લિરિક્સ ગુજરાતીમાં |
 
હાલોને મારા ગામડે ત્યાં ઠંડા પવનો વાય છે
હાલોને મારા ગામડે ત્યાં ઠંડા પવનો વાય છે
આ શહેર તણા સાહેબો
આ શહેર તણા સાહેબો પણ મહેમાનો બનવા જાય છે
હાલોને મારા ગામડે ત્યાં ઠંડા પવનો વાય છે

ત્યાં ગામ તણી ભાગોળે ખળ ખળ વહેતા ઝરણાં ઓ
ત્યાં ડુંગરના ગાળામાં દોટું દે હરણાં ઓ
ત્યાં કેડ સમા પાણીમાં ઉભા સાધુ ભક્તો સ્નાન કરે
ત્યાં હરિયાળી ઘનઘોર ઘટામાં મોર બપૈયા ગામ કરે
ત્યાં એક ઘડી દન ઉગ્યા પેલા આરતી ઓ સંભળાય છે
હાલોને મારા ગામડે ત્યાં ઠંડા પવનો વાય છે

ત્યાં ગાડાના બળદોની ડોકે ઘમઘમ વાગે ઘુઘરડાં
ત્યાં ગાયોના વાડામાં નાચ્ચે કુદે વાછરડા
ત્યાં ઘમ્મર ઘમ્મર વલોણાં કેરા સુર ઘણા સંભળાય છે
ઘુંઘડો તાણે વવારૂં આ મર્યાદા દર્શાયે છે
ત્યાં પનિહારીના વૃંદો પનઘટના આરે જાય છે
હાલોને મારા ગામડે ત્યાં ઠંડા પવનો વાય છે

ત્યાં ઝાલર ટાણે નાના-મોટા સૌવ મંદિરે જાય છે
ત્યાં હર હર હર મહાદેવ પ્રભુજી સૌવ સંગાથે ગાય છે
ત્યાં હોળી દિવાળી હોઈ અષ્ઠમી ઉમંગે ઉજવાય છે
ત્યાં રાધા સંગે કાન ફરીથી રાસ રમવા જાય છે
ત્યાં વૈકુંઠનો ભગવાન ઘડીભર વામળીયો થઇ જાય છે
હાલોને મારા ગામડે ત્યાં ઠંડા પવનો વાય છે
હાલોને મારા ગામડે ત્યાં ઠંડા પવનો વાય છે
હાલોને મારા ગામડે ત્યાં ઠંડા પવનો વાય છે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »

1 comments:

Click here for comments
March 22, 2022 at 12:01 PM ×

very nice

Congrats Bro Studio Ektaro Thanks...
Reply
avatar