Aavi Ubhi Jaan Lyrics in Gujarati

Aavi Ubhi Jaan - Rajal Barot
Singer: Rajal Barot , Lyrics: Jayesh Prajapati
Music: Dhaval Kapadiya , Label: Rudrax Digital 
 
Aavi Ubhi Jaan Lyrics in Gujarati
| આવી ઉભી જાન લિરિક્સ ગુજરાતીમાં |
 
હો હીચકતા તા
હો હીચકતા તા હીરની દોરી આવી ઉભી જાન
હો નાની એવી ઠીંગલી મારી મોટી થઈ ગઈ આજ

હો મોટી થઈ ગઈ આજ ઠીંગલી મોટી થઈ ગઈ આજ
મોટી થઈ ગઈ આજ ઠીંગલી મોટી થઈ ગઈ આજ
નાની એવી ઠીંગલી મારી મોટી થઈ ગઈ આજ
હો હીચકતા તા હીરની દોરી આવી ઉભી જાન

હો સાસરિયે હાલ્યા બેની પિયુની સંગાથ
છુટ્યો તારી બાળાપણની સૈયરનો સાથ
હો એકલડી ઉભી રે બેની જોવું તારી વાટ
દાડા કેમ જાશે બેની આવશે તારી યાદ
આવશે તારી યાદ
હો હીચકતા તા
હો હીચકતા તા હીરની દોરી આવી ઉભી જાન
હો આવી ઉભી જાન

હો ઘડી રે વિદાયની તારી સહી ના સહાય
સાચું રે કીધું છે ભોળી દીકરીને ગાય
હો કેવા આ રિવાજ છે કુંડા રોકી ના શકાય
દીકરી પરણીને સૌની સાસરિયે જાય
સાસરિયે જાય
હો હીચકતા તા
હો હીચકતા તા હીરની દોરી આવી ઉભી જાન
હો આવી ઉભી જાન
www.gujaratitracks.com

હો કાલીઘેલી મીઠુંડી આજ બોલે મીઠા વેણ
સાસરિયે જાતા તારા નીતરે છે નેણ
હો મારા ફળિયાની તું તો નમણી નાગર વેલ
આજ કાલ કરતા તો આંગણે આવી ગઈ છે વેલ
આવી ગઈ છે વેલ
હો હીચકતા તા
હો હીચકતા તા હીરની દોરી આવી ઉભી જાન
હો નાની એવી ઠીંગલી મારી મોટી થઈ ગઈ આજ
ઠીંગલી મોટી થઈ ગઈ આજ
હો આવી ઉભી જાન
હો આવી ઉભી જાન
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »