Mari Hoy To Hahare Na Jati Lyrics in Gujarati

Mari Hoy To Hahare Na Jati - Vipul Susra
Singer : Vipul Susra
Lyrics:  Amrat Vayad & Rajan Rathod
Music : Jackie Gajjar
Label : Jannat Video Patan
 
Mari Hoy To Hahare Na Jati Lyrics in Gujarati
| મારી હોય તો હાહરે ના જાતી લિરિક્સ ગુજરાતીમાં |
 
એ આયો ઉનાળો ઓણો આવશે જાનુડી મારી
એ મારી હોય તો હાહરે આ જાતી બકુડી મારી
એ આયો ઉનાળો ઓણો આવશે જાનુડી મારી
મારી હોય તો હાહરે ના જાતી બકુડી મારી

એ કોક કર બોનું તારૂં પાછું જાય ઓણું
કોક કર બોનું તારૂં પાછું જાય ઓણું
એ મારી હોય તો બીજા ની ના થાતી જાનુડી મારી
એ હરૂપાર મેલે તોયે ના જઇયે જાનુડી મારી
એ આયો ઉનાળો ઓણો આવશે જાનુડી મારી
મારી હોય તો હાહરે ના જાતી જાનુડી મારી

ઓ જ્યાર થી હોભર્યું આવે તારું ઓણું
ભાવતા ભોજન નથી ભાવતા એકે ટોણુ
હો હો હો રૂદિયું રોવે દિવસ રાત છોનું છોનું
મારા દલડાં માં જોને દુઃખ ઉભરોનું

હે વિચાર લે થોડું થઇ જાય ના મોડું
વિચાર લે થોડું થઇ જાય ના મોડું
એ પીલુ પાચે ન ઓણો આયો જાનુડી મારી
અરે વૈશાખ વહમો લાગે બકુડી મારી
એ મારી હોય તો પારકી ના થાતી જાનુડી મારી
મન મેલી બીજા ની ના થાતી દિકુડી મારી

હો પારકી થાશે એતો પ્રેમ લજવાશે
દિલ ના રજવાડે મારે રોશન વળી જાશે
હો હો હો તારા વિયોગે કાળો કેર વર્તાશે
તડપી તડપી તારો આશિક મરી જાશે
એ રાજી થાશે લોકો મળી જાશે હઉ ને મોકો
રાજી થાશે લોકો મળી જાશે હઉ ને મોકો
એ કોક ના વાદે ના ચડતી જાનુડી મારી
એ કોક ના વાદે ગોંડા ના થૈયે ગોડી મારી

એ આયો ઉનાળો ઓણો આવશે જાનુડી મારી
મારી હોય તો હાહરે ના જાતી જાનુડી મારી
મારી હોય તો હાહરે ના જાતી જાનુડી મારી 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »