Jigu iPhone Mage Papa Pagar Mage Lyrics in Gujarati

Jigu iPhone Mage Papa Pagar Mage - Arjun Thakor
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor
Music : Bechar Thakor , Label : Jhankar Music Gujarati
 
Jigu iPhone Mage Papa Pagar Mage Lyrics in Gujarati
| જાનુ આઈફોન માંગે પપ્પા પગાર માંગે લિરિક્સ ગુજરાતીમાં |
 
 હે મારી જીગુ મને કે છે અજ્જુ આઈફોન લઈ આલ
હે મારી જીગુ મને કે છે અજ્જુ આઈફોન લઈ આલ
જાનુ મારી કે છે મને આઈફોન લઈ આલ
આઈફોન લાવું તો બાપો પગાર માંગે
હે એક મહિનો નોકરી જવતો મારો પગાર વધે નઈ
મારૂ કેવું અલ્યા મારી જીગુ મોને નઈ
આઈફોન લાવું તો બાપો પગાર માંગે

હે આઈફોન વગર જાનુ મળવા આવે નઈ
રીહાઈન ફરે ભઈ કોઈ વાત કરે નઈ
હે બાઈક મારે લાવવું છે પણ પૈસા ખુટે ભઈ
બુલેટ મારે લાવવું છે પણ પોગી વળાય નઈ
વચ્ચે જાનુડી આઈફોન માંગે છે
અરે અરે રે જીગુ મારી કેઈસે મને આઈફોન લઈ આલ
જાનુ  મારી કેઈસે મને આઈફોન લઈ આલ
આઈફોન લાવું તો બાપો પગાર માંગે
હે અરે આઈફોન લાવું તો બાપો પગાર માંગે

હે પગાર મારો આઠ હજાર ખર્ચો ખુટે ભઈ
જીગુડીના શોખ મારે પોગી વળાઈ નઈ
હે રવિવારે બોલવું તો મળવા આવે નઈ
આડા દાડે મળું શેઠ રજા કાપે ભઈ
હે બાપો મારો હોર રાખે હિસાબ માંગે ભઈ
બાપો મારો હોર રાખે હિસાબ માંગે ભઈ
હે સપના મારા મોટા અલ્યા સેડા મળે નઈ
સપના મારા મોટા પણ પુરા થાઈ નઈ
મહિને આવે પગાર બાપો રૂપિયો આલે નઈ
અરે અરે રે જીગુ મારી કેઈસે મને આઈફોન લઈ આલ
જાનુ  મારી કેઈસે મને આઈફોન લઈ આલ
આઈફોન લાવું તો બાપો પગાર માંગે
હે મહિને આવે પગાર બાપો રૂપિયો આલે નઈ

હે બાપા મારા હોમભળો મારે લગન કરવા છે
જીગુડીના હારે મારે ફેરા ફરવા છે
હે બાપા મને પૈણાવો નકે નોકરી કરૂ નઈ
ઉમર મારી અઢાર નઇને વિસ થઇ ભઇ
હે કોઈ હુજે નઈ મને ખાવા ભાવે નઈ
જીગુના ટેન્સનમાં હીરા ઘસવા ગમે નઈ
હે ઘર છોડીને હેંડ્યો બાપા પાછો આવું નઈ
ચાર મહિનાનો પગાર બાપા તમને આલુ નઈ
જીગુડીના માટે મારે આઈફોન લેવો
અરે અરે રે જીગુ મારી કેઈસે અજ્જુ આઈફોન લઈ આલ
જીગુ મારી કેઈસે અજ્જુ આઈફોન લઈ આલ
આઈફોન લાવું તો બાપો પગાર માંગે
હે આઈફોન લાવું તો બાપો પગાર માંગે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »