Chhabilo Lyrics in Gujarati | છબીલો લિરિક્સ ગુજરાતીમાં

Chhabilo - Jinanshi Mehta & Haiyat Khan
Singers : Jinanshi Mehta & Haiyat Khan
Music : Parth Bharat Thakkar , Lyrics : Chirag Tripathi
Label : Jinanshi Mehta
 
Chhabilo Lyrics in Gujarati
| છબીલો લિરિક્સ ગુજરાતીમાં 
 
ગોરા ગોરા હાથે લાગી
મહેંદી રે લાગી મહેંદી રે
કંઈક કુંવારા સપને મ્હોરી
મહેંદી રે મ્હોરી મહેંદી રે

નામ‌ જે હોઠેથી લેતા શરમાઉં
આજ હથેળી પર એને ચિતરાવું

મારો રસિયો કેવો છેલ‌છબીલો રંગરસીલો લાગે
મારો રસિયો કેવો છેલછબીલો રંગ રસીલો લાગે
છેલ‌છબીલો રંગરસીલો, છેલ‌છબીલો રંગરસીલો

લીલાલીલા પાન ને એનો રંગ છે રાતોરાતો
રસિયાને મળવાનો દિલમાં હરખ નથી રે માતો

હું બાવરી સુધબુધ ભૂલી આજ બની છું ઘેલી
વાદળ થઈને વરસે વાલમ થાય વ્હાલની હેલી

આજ પરાયુ લાગે છે પિયરિયુ‌
પોતીકુ લાગે છે રે સાસરીયુ

મારો રસિયો કેવો છેલ‌છબીલો રંગરસીલો લાગે
મારો રસિયો કેવો છેલછબીલો રંગ રસીલો લાગે
છેલ‌છબીલો રંગરસીલો, છેલ‌છબીલો રંગરસીલો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »