Vela Vhalam Aavjo Lyrics in Gujarati | વેલા વ્હાલમ આવજો લિરિક્સ ગુજરાતીમાં

Vela Vhalam Aavjo - Raj Gadhavi & Geeta Jhala
Singer : Raj Gadhavi & Geeta Jhala
Additional Lyrics : Raj Gadhavi , Music : Rutvij Joshi
Label : Raj Gadhavi Music
 
Vela Vhalam Aavjo Lyrics in Gujarati
| વેલા વ્હાલમ આવજો લિરિક્સ ગુજરાતીમાં 
 
સુની છે આંખો સુના છે આંસુ 
જોવે છે મિલનની વાટ રે 
વાલમિયા છોડીને ચાલ્યા ના જાવો 
જોવું વાલમ તારી વાટ રે 

વેલા આવો પ્રીતડી નિભાવો
હૈયું ભૂલ્યું છે હવે ભાન રે
સાજણના સંભારણા યાદ બહુ આવે
આવે સાજણ તારી યાદ રે 

નણદલના વીર વિના એકલા હોજી રે
નણદલના વીરવીના એકલા હોજી રે 
નણદલના વીરવીના એકલા હોજી રે 
સુના મંદિર થાવા જાય હોજી રે

 કેદુની જોવ તમારી વાત
વેલા વાલમ ઘેરે આવજો 
કેદુની જોવ તમારી વાત
વેલા વાલમ ઘેરે આવજો

ઓ હાથ થામી દીધા મારા કોલ યાદ છે
પરદેશ હોવા  છતા હૈયું તારે કાજ છે
આવવાના ઓરતા તો બાકી રહી જાય છે 
માયા લાગી એવી હૈયું ઉભાને ભૂલી જાય છે 
વેલા વેલા આવું છું
તને જોવા માગુછું
રહેવા તારા હૈએ તારો પ્રાણ બની આવું છું

હા ઉતારા દેશું તમને ઓરડા હોજી રે
ઉતારા દેશું તમને ઓરડા હોજી રે
ઉતારા દેશું ઓરડા હોજી રે
દેશું મેડી કેરા મોલ હોજી રે 

કેદુની જોઉ તમારી વાટ 
વેલા વાલમ ઘેરે આવજો
કેદુની જોઉ તમારી વાટ 
વેલા વાલમ ઘેરે આવજો

અણિયારી  આંખ યાદ આવતી હોજી રે
એ અણિયારી આંખ યાદ આવતી હોજી રે 
દલડે લાગી છે આગ હોજી રે 
આવું છું મળવા તારે કાજ
 હેતે વાલમિયા વધાવજો
આવું છું મળવા તારે કાજ
 હેતે વાલમિયા વધાવજો

ભવો ભવ સાથે વેણ આપી હોજી રે 
ભવો ભવ સાથે વેણ આપી જી રે 
દીધેલા કોલ યાદ આવતા હોજી રે 
કેદુની જોઉ તમારી વાટ 
વેલા વાલમ ઘેરે આવજો

આવું છું મળવા તારે કાજ
 હેતે વાલમિયા વધાવજો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »