Darr Ke Aage Viththal Lyrics in Gujarati | ડર કે આગે વિઠ્ઠલ લિરિક્સ ગુજરાતીમાં

Darr Ke Aage Viththal - Kirtidan Gadhvi
Singer : Kirtidan Gadhvi , Music : Smmit Jay
Lyricist : Saumya Joshi , Label : Ornexis Pictures
 
Darr Ke Aage Viththal Lyrics in Gujarati
| ડર કે આગે વિઠ્ઠલ લિરિક્સ ગુજરાતીમાં 
 
ડરના ઊંડા કૂવા એના તળિયે તારા શ્વાસ રે…

મેલ મૂકીને મનનો મનની બીક મૂકે તો જાગે વિઠ્ઠલ
ડર્યા વગર ઠેકી દે ડરને, વ્હાલા ડર કે આગે વિઠ્ઠલ

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ...

જમના કાંઠે કદંબ ડાળી
નીચે બેઠા છે વનમાળી
એના મુખ પર સ્મિત જુએ જે
એની આંખો પાડે તાળી

નાનકડી એક મુરલીમાં એ
યુગ યુગ કેરી ફૂંક મૂકે છે

સમય રેતનાં રણ ઓળંગે
વિરાટ એવો પવન ફૂંકે છે

તોયે પવન એ તને અડે ના
કેમ કે તેં પહેર્યાં છે બખ્તર…

લાલચ બખ્તર, દાનત બખ્તર
ઘર બખ્તર ને હપ્તા બખ્તર

સોનું ચાંદી મોટર ગાડી
નામ અને સરનામાં બખ્તર

તારી અંદર માખણ મિસરી,
કુંજ ગલી છે તારી અંદર.
તોયે ના વ્હાલા તું ત્યાં પહોંચે
કેમ કે તેં પહેર્યાં છે બખ્તર

શહેર બહાર છે ફાર્મનું બખ્તર…
પૂલ જકૂઝી જામનું બખ્તર…
મારી પાસે આ છે તે છે…
આ છે તે છે નામનું બખ્તર

બધાં બખ્તરો મૂક બાજુએ, એવું ખાલી માંગે વિઠ્ઠલ
ડર્યા વગર ઠેકી દે ડરને, વ્હાલા ડર કે આગે વિઠ્ઠલ

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ...

ડરના ઊંડા કૂવા એના તળિયે તારા શ્વાસ રે
એમાં તું ક્યાંથી સુરે મુરલી ને રમે ક્યાંથી,
ક્યાંથી રમે રાસ રે…
 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »