Vadhamana Lyrics in Gujarati | વધામણાં લિરિક્સ ગુજરાતીમાં

 

Vadhamana - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Anand Mayur Mehra
Music : Anand Mayur Mehra & Aman Vaghela
Label : Jhankar Music
 
Vadhamana Lyrics in Gujarati
| વધામણાં લિરિક્સ ગુજરાતીમાં 
 
હો ઘર ના ગોખ ની જાગતી જ્યોત 
માડી કુળદેવી મારી માવડી...(૨) 
તારા હેતે કરીયે માં વધામણાં  
સુખ ને દુઃખ માં દઈ રહેનારી 
જગત જનની મારી માવડી 
હે તારા હેતે કરીયે માં વધામણાં...(૨) 
હો કંકુ ના સાથિયા ને અશોના તોરણા  
તારી હતું સજાવ્યા માં આંગણા 
વેલેરા આવો મારી માવડી  
હે તારા હેતે કરીયે માં વધામણાં...(૨) 

હે ઘુઘરિયારી ચૂંદડી ને લાલ લીલી બંગડી 
તારી હાટુ લાયો હૂતો હરખે મારી નાવડી 
હો ચોખા નું નિવેદ અને કંકુ ના છાંટણા 
લઈયે માડી અમે તારા રે વારણા   
હો હોના બાજોઠ ને રૂપા ના બેડલાં 
ભાવ થી પ્રગટાવ્યા તારા નામ ના દિવડા 
રખેવાળી કરજે મારી માવડી   
હે તારા હેતે કરીયે માં વધામણાં...(૩) 

હો અમી તારી નજરે દુનિયા હૂતો ભાળું 
તું ચલાવે એમ ચાલે મારુ ગાડું  
હો પેઢીઓ ની મારી કરતી આગેવાની 
હું હોય ભેળી તો શું તકલીફ રેવાની 
હો જગ ની રમત ના જગ ને હું જાણું 
તુરે બતાવે માડી એટલું હું જાણું 
હાચવજે અમને મારી માવડી 
હે તારા હેતે કરીયે માં વધામણાં...(૩) 
 
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »