Fumtu Lyrics in Gujarati | ફુમટુ લિરિક્સ ગુજરાતીમાં

 

Fumtu - Divya Chaudhary & Vinay Nayak
Singer : Divya Chaudhry &  Vinay Nayak
Lyrics : Traditional
Additional Lyrics : Janki Gadhavi
Music : DJ KWID & Gaurav Dhola
Label - Saregama India Limited
 
Fumtu Lyrics in Gujarati
| ફુમટુ લિરિક્સ ગુજરાતીમાં 
 
રઢિયાળી રાત આ વીતી જાય રે
હું તારી વાટમાં ઉભી હાય રે
આવી જા
આવી જા વ્હાલા
ક્યાં ગયો છું રોકાઈ

એ હા ગોરલ મારી જરા આંખો ખોલો
સામે આવે તારો સાજણ જોવો
હા ગોરલ મારી જરા સામે જોવો
પાઘલડી પેરી ઊભો

તારી બાંકી રે પાઘલડી નું ફુમતું રે
મને ગમતું રે આ તો કહું છું રે પાતળીયા તને અમથું

કે મારી બાંકી રે પાઘલડી નું ફુમતું રે
રૂમઝૂમતું રે મે તો રાખ્યું છે કારણ કે તને ગમતું

જો ને બાંકી રે પાઘલડી નું ફુમતું રે
રૂમઝૂમતું રે તને મળવું રે મને બઉ ગમતું

અલી તારા માટે કંઈક લાવું તું
એટલા માટે મારે મોડું થ્યું

હા તારા માટે કંઈક લાવું તું
એટલા માટે મારે મોડું થ્યું

હો આવી મીઠી વાતોમાં હું મોહી ગઈ
તારી વાટ્યું જોતા જોતા રોઈ ગઈ
હો આવી મીઠી વાતોમાં હું મોહી ગઈ
તારી વાટ્યું જોતા જોતા રોઈ ગઈ

સાવે ખોટું તારું બાનુ રે હું તો જાણું રે
આ તો કહું છું રે પાતળીયા તને અમથું

કે મારી બાંકી રે પાઘલડી નું ફુમતું રે
રૂમઝૂમતું રે મે તો રાખ્યું છે કારણ કે તને ગમતું

જો ને બાંકી રે પાઘલડી નું ફુમતું રે
રૂમઝૂમતું રે તને મળવું રે મને બઉ ગમતું

અરે મારા મનને હવે જાણી જા
માફી માંગુ ગોરલ માની જા
મારા મનને હવે જાણી જા
માફી માંગુ ગોરલ માની જા


હો મારી માટે શું લાયો કેતો ખરા
કે પછી ખોટે ખોટા કરે નખરા
હો મારી માટે શું લાયો કેતો ખરા
કે પછી ખોટે ખોટા કરે નખરા

અલી તારી માટે લાયો કડલાં રે લાયો ઝૂમખાં રે
હું તો લાયો છું બધું જે તને ગમતું

તારી બાંકી રે પાઘલડી નું ફુમતું રે
મને ગમતું રે આ તો કહું છું રે પાતળીયા તને અમથું

કે મારી બાંકી રે પાઘલડી નું ફુમતું રે
રૂમઝૂમતું રે મે તો રાખ્યું છે કારણ કે તને ગમતું

જોને બાંકી રે પાઘલડી નું ફુમતું રે
રૂમઝૂમતું રે તને મળવું રે મને બઉ ગમતું
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »