Sacho Prem Lyrics in Gujarati | સાચો પ્રેમ લિરિક્સ ગુજરાતીમાં

Sacho Prem - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Jitu Prajapati
Lyrics : Rajan Rayka & Dhaval Motan
Label - Saregama India Limited
 
Sacho Prem Lyrics in Gujarati
| સાચો પ્રેમ લિરિક્સ ગુજરાતીમાં 
 
ઓ જેના થી સાચો પ્રેમ થઈ જાય
ઓ જેના થી સાચો પ્રેમ થઈ જાય
જિંદગી ભર એતો યાદ રહી જાય
દિલ તો દિલ એ લોહી માં ભળી જાય
જિંદગી ભર એતો યાદ રહી જાય

ઓ ભગવાન તરફ થી એ ભેટ રે મળેલી
હિમ્મત થી નહીં એ કિસ્મત થી મળેલી
અરે નજર થી એક વાર નજર મળી જાય
વરસો વર્ષ સુધી યાદ રહી જાય
જિંદગી ભર એતો યાદ રહી જાય

ઓ મારો પાટણ ના પટોળો ને સુરત ની સાડી
કોડ રહી જ્યાં અધૂરા ના બની મારી લાડી
ઓ એક થાળી માં જમતા એકબીજા નું એઠું
પ્રેમ એવો હતો કે લાગતું બહુ મેઠું

ઓ મારા ફોટા વાળું એ રાખતા વોલપેપર
હજુ એ ખબર છે એને ભાવતી બહુ વેફર

અરે જેના થી સાચો પ્રેમ થઈ જાય
જિંદગી ભર એતો યાદ રહી જાય
એ જિંદગી ભર એતો યાદ રહી જાય

ઓ આ જીગા ને અફસોસ થાય છે વળી વળી
બધું મળ્યું જીવન માં પણ જાન મારી ના મળી
ઓ એના વગર દિલ માં મારા કોઈ ના રાખીશ
એ પાછા આવશે તો હું શું જવાબ આપીશ

ઓ વાત કરતા કરતા આંખો ભીની થઈ જાય છે
રૂંધાયેલા ઘાવ ફરી તાજા થઈ જાય છે

અરે જેની હારે હાચે હાચો પ્રેમ થઈ જાય
જિંદગી ભર એતો યાદ રહી જાય
વરસો વર્ષ સુધી યાદ રહી જાય
હે આખી જિંદગી ભર એતો યાદ રહી જાય
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »