Indhoni lyrics in Gujarati | ઇંઢોણી લિરિક્સ ગુજરાતીમાં

Indhoni - Rinku Bharwad & Milan Bharwad
Singer : Rinku Bharwad & Milan Bharwad
Lyrics : Hari Bharwad 
Music : Shashi Kapadiya , Label : Rameshwar Digital 
 
Indhoni lyrics in Gujarati
| ઇંઢોણી  લિરિક્સ ગુજરાતીમાં 
 
હો માથે તમે લીધી હેલ
જાણે વન ની ઢળકતી ઢેલ
મીઠા દિલ અમાર દેશ
મેળા પીતળિયા માર ઘેર

મોનીતા મોરલાની થાઉં ઢેલ
કરોને દલના લેણ દેણ
વધાવો મનગમતી ઇંઢોણી
તો હું હલકે લઉ હેલ

હો માણેક ચોક ના મોતી મંગાવું
હો માણેક ચોક ના મોતી મંગાવું
મન ગમતી એમાં વાટ્યું મેલાવું

તારી ઇંઢોણી માં આભલા
મોંઘા મોતી થી મઢાવું

અરે હેત હઠીલા હેત હમજાવું
વાલના વીરડા પાણી ભરી હું લાવું
તારી હાલારી હવેલીએ હેલ લઇ હાલી આવું

હો તાંબા પીતળિયા બેડ લાવું લઈ રે જાશો પાણી
સૈયરો વખાણશે ત્યાં લઇ જ્યો જારી ધોરી
એ હરખોડી થઈને હાલી હું આવું
વખાણો તો વાલમ લાગે વાલો
તારી હાલારી હવેલીએ હેલ લઈ હાલી આવું

તારી ઇંઢોણી માં આભલા
મોંઘા મોતી થી મઢાવું

હો લાંબા તાણી લેરીએ તમે લાગો રે રૂપાળા
હેલ હશે તમારી માથે પાણી ભરશો અમારા
અરે મોહી લીધા જ્યારથી મનડા રે અમારા
દલ દીધા પાવઠે અમે થયા તમારા

હો મનડા એ માર્યો મને મોરલા જાણે ઢેલના સથવારે
મન મેલીને મારી નાખ્યા ને વાલો તારો હમજાવે

હો પાંચ પરગણે પાવઠા મેલાવો
ઘાટે ઘાટે હોનિડા ને બેહાડો
તારી હાલારી હવેલીએ હેલ લઈ હાલી આવું
તારી ઇંઢોણી માં આભલા મોંઘા મોતી થી મઢાવું

હો મારગે માયા ઓગણે વાતું હેત બાજુ હથવારે
હાલો મારી ભેળા વાલ વરહે મલકમાં રે
એ હેડો થયો હરખને વરતા તમારા વાલે
લઈજો તમારી ભેડા હવે ઘડીક મને ના હાલે

હો હાલ રે આવો ઉતાવળા વાટ જોવે પીતળિયા ભેળા
મલકાતા ફરશો ફળિયે ને લાગશો તમે ઘેલા

તારા હેતે હઠીલા હાલી હું આવું
તારા ઘરના હું તો પાણીડા લાવું
તારી હાલારી હવેલીએ પાણી ભરીને આવું
તારી હાલારી હવેલીએ પાણી ભરીને આવું 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »