Maaf Karjo Have Mahobat Nathi Karvi Lyrics in Gujarati | માફ કરજો હવે મહોબત નથી કરવી લિરિક્સ ગુજરાતીમાં

Maaf Karjo Have Mahobat Nathi Karvi - Aryan Barot
Singer : Aryan Barot , Lyrics : Tejmalsinh Vaghela
Music : Tejas-Dhaval , Label : Pinkal Digital
 
Maaf Karjo Have Mahobat Nathi Karvi Lyrics in Gujarati
| માફ કરજો હવે મહોબત નથી કરવી લિરિક્સ ગુજરાતીમાં 
 
હો માફ કરજો હવે મહોબત ના કરવી
હો માફ કરજો હવે મહોબત ના કરવી
તૂટેલા દિલની ફરિયાદ નથી કરવી
હો માફ કરજો હવે મહોબત ના કરવી
તૂટેલા દિલની ફરિયાદ નથી કરવી

એક વાર તૂટ્યું ફરી નથી તોડવું
પ્રેમ ના નામે હવે દિલ નથી જોડવું
એક વાર તૂટ્યું ફરી નથી તોડવું
પ્રેમ ના નામે હવે દિલ નથી જોડવું

હો હાથ જોડી કઉ હવે હૈયું ના માંગશો
કાશ હવે કોઈ ના કસમો આપશો
હો માફ કરજો હવે મહોબત ના કરવી
તૂટેલા દિલની ફરિયાદ નથી કરવી
હો મારા આ દિલની ફરિયાદ નથી કરવી

વિશ્વાસ કરી અમે પ્રેમ કરતા રહ્યા
બેવફા તમે બેવફાઈ કરતા રહ્યા
પોતાની જાણી અમે તને ચાહતા રહ્યા
દગાળા બની તમે દિલ તોડતા રહ્યા

એક વાર તૂટ્યું ફરી નથી તોડવું
પ્રેમ ના નામે હવે દિલ નથી જોડવું
એક વાર તૂટ્યું ફરી નથી તોડવું
પ્રેમ ના નામે હવે દિલ નથી જોડવું

હો વિનંતી કરું હવે વચનો ના માંગશો
પાછા ફરીશું એવી આશા ના રાખશો
હો માફ કરજો હવે મહોબત ના કરવી
તૂટેલા દિલ ની ફરિયાદ નથી કરવી
હો મારા આ દિલ ની ફરિયાદ નથી કરવી

અરે હસતી મારી આંખો ને તમે રે રડાવી ગ્યા
સુખી મારી જિંદગી ને કેમ રે બગાડી ગ્યા
સુકાયેલા આંસુ ફરિયાદ કરતા રહ્યા
આવી બેવફા ને તમે પ્રેમ કરતા રહ્યા

એક વાર રડયા હવે નથી રડવું
તારા તે પ્રેમમાં હવે નથી પડવું
એક વાર રડયા હવે નથી રડવું
તારા તે પ્રેમમાં હવે નથી પડવું

હો છેલ્લી વાર કઉ હવે હું નહીં મળું
તારી આ જિંદગીમાં પાછો નહિ ફરું
હો માફ કરજો હવે મહોબત ના કરવી
તૂટેલા દિલની ફરિયાદ નથી કરવી
હો મારા આ દિલની ફરિયાદ નથી કરવી
મારા આ દિલની ફરિયાદ નથી કરવી
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »