Aave Che Taro Saybo Lyrics in Gujarati | આવે છે તારો સાયબો લિરિક્સ ગુજરાતીમાં

Aave Che Taro Saybo - Kaushik Bharwad
Singer : Kaushik Bharwad , Music : Dj Kwid & Gaurav Dhola
Lyrics : Janki Gadhavi , Label : Music Pataro  
 
Aave Che Taro Saybo Lyrics in Gujarati
| આવે છે તારો સાયબો લિરિક્સ ગુજરાતીમાં 
 
તું કે તો બરફી લાવું કે કાજુ કતરી લાવું
કે મોહન થાળ લાવું બોલને વાલી
હા તાબડી કે રબડી લાવું
ચુરમાના લાડુ લાવું
કે સુખડી શિરો લાવું બોલને

વાટ્યું જોવાના દિવસો છે ઓછા
આવે છે તારો સાયબો
મારી વાલી તું હરખે ઊભી રેજે બારણે
આવે છે તારો સાયબો
હે મારી વાલી તું હરખે ઉભી રેજે બારણે
આવે છે તારો ઓ સાયબો

કે તારા પ્રેમમાં એવો ઘેલો થયો
ચુંદડી લીધીતી ઘરે ભૂલી ગયો
લીધીતી વાલથી કડલાની જોડ રે
એમાંથી એક કડલું ભૂલી ગયો

કે રૂઠી જાવ માં તને મનાવવા
આવે છે તારો સાયબો
મારી વાલી તું હરખે ઊભી રેજે બારણે
આવે છે તારો સાયબો
હે મારી વાલી તું હરખે ઊભી રેજે બારણે
આવે છે તારો સાયબો

કે તારી પ્રીતમાં એવો રંગાઈ ગયો
ઘરે આવવાનો રસ્તો ભૂલી ગયો
કે તારી પ્રીતમાં કેવો ખોવાઈ ગયો
વહેલા નીકળ્યો તો તોએ મોડો પડ્યો

મૂજાઈ જાવ માં તને હસાવવા
આવે છે તારો સાયબો
મારી વાલી તું હરખે ઉભી રેજે બારણે
આવે છે તારો સાયબો
હે મારી વાલી તું હરખે ઉભી રેજે બારણે
આવે છે તારો સાયબો
આવે છે તારો સાયબો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »