Pura Thaya Vevar Tara Mara Lyrics in Gujarati | પુરા થયા વેવાર તારા મારા લિરિક્સ ગુજરાતીમાં

Pura Thaya Vevar Tara Mara - Savan Bharwad
Singer :- Savan Bharwad , Lyrics :- Raghuveer Barot
Music :- Hardik Rathod & Sanjay Thakor
Label :- ‪Rameshwar Digital‬
 
Pura Thaya Vevar Tara Mara Lyrics in Gujarati
| પુરા થયા વેવાર તારા મારા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો અમે તમારાથી દૂર રે થવાના
હો અમે તમારાથી દૂર રે થવાના
પરણીને તમે હાહરે જવાના

હો આખી જિંદગી તારી યાદોમાં જીવવાના
પરણીને તમે બીજાના થવાના
હો જ્યારે યાદ આવશે તમને રે અમારી
તેદી ભીની થઈ જશે આ આંખો રે તમારી

હોહો હવે તુંને હું બે જુદા રે થવાના
પરણીને તમે બીજાના થવાના
પરણીને તમે હાહરે જવાના

હો વાલ કરેલા એ પ્રેમથી મળેલા એ
સિદને ભુલાવશો લાડ લડાયેલા એ
હો કરેલી વાતોને પ્રેમની યાદોને
સિદને ભુલાવશો મીઠી મુલાકાતોને

હો પારકાના મીંઢોળમાંથી ફેરા તમે ફરશો
ચોરી માં બેઠા બેઠા જોજો બહુ તમે રડશો
હો તારી યાદમાં અમે જીવતે જીવ મરવાના
પરણીને તમે હાહરે જવાના
હો પરણીને તમે હાહરે જવાના

હો પારકાની મહેંદી મેલી પારકાની પીઠી ચોડી
આંગણે વાગે ઢોલ હડગે દિલમાં હોળી
હો રડતા રહેશું અમે પરણી જાશો તમે
તારા વિના વાલી હવે કેમ જીવશું અમે

હો જીવનમાં હવે કાઈ રહ્યું ના અમારા
તમે નથી રે અમારા અમે નથી રે તમારા
હો હો પૂરા થયા વ્યવહાર તારા મારા પ્રેમના
પરણીને તમે પારકા થવાના
પરણીને તમે બીજાના થવાના
હો પરણીને તમે હાહરે જવાના 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »