Tiladi Lyrics in Gujarati | ટીલડી લિરિક્સ ગુજરાતીમાં

Tiladi - Gopal Bharwad & Rinku Bharwa
Singer : Gopal Bharwad & Rinku Bharwad
Music : Shashi Kapadiya , Lyrics : Ramesh Vachiya
Label : Jigar Studio
 
Tiladi Lyrics in Gujarati
| ટીલડી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે નથી ઓઢવી તારી ઓઢણી નથી પેરવી તારી બંગડી
હે નથી ઓઢવી તારી ઓઢણી નથી પેરવી તારી બંગડી
નથી ઓઢવી તારી ઓઢણી નથી પેરવી તારી બંગડી
મારી મંગાયેલી ના લાયો મને હૈયે વાલી ટીલડી

હે હું જ્યો તો ગોમ બંદડી મને દિલથી ગમી ઓઢણી
હું જ્યો તો ગોમ બંદડી મને દિલથી ગમી ઓઢણી
આ ચુંદડીમાં મોહી ભૂલ્યા તારી મંગાવેલી ટીલડી

હો રાહ જોતીતી હરખે મારું દિલ બડે છે ભડકે
નથી મોનતા કોઈ મારું ચુંદડી મેલ તડકે

એ ના બોલને આવી વાણી પીવડાવતો ખરા પાણી
એ ના બોલને આવી વાણી પીવડાવતો ખરા પાણી
તને એકને નથી ગમતી બાકી બધા એ વખાણી

હે મને હૈયે વાલી ના લાયો ચંમ મુવા તું તો ટીલડી

હો ટીલડી કરતા ઓઢણી તમને મળી હશે સસ્તી
જુઓ તો ખરા મારા અંગે ના અરખતી
મોન ના કરો માનીતી હું લાવ્યો છું બહુ દિલથી
ભરેલી છે ભાત કોન ગોપીના ભરતથી

હો જોયા તમારા હરખ ચો લઈ આ દલ
નથી ગમતી કહું છું તોયે કરો છો ખોટી લપ

હે તમે ઘરના છો મારા લક્ષ્મી ના બોલો વાત વહમી
તમે ઘરના છો મારા લક્ષ્મી ના બોલો વાત વહમી
મીઠા બોલ તમે બોલો હું લાયો શું હરખથી

હે મને હૈયે વાલી ના લાયો ચંમ મુવા તું તો ટીલડી

હો પેલી વાર મંગાઈ તોય ના લાયા મન ગમતું
જોવું છું ઓઢણીને દિલ મારું બળતું
હો મનની રે માનેર મેલો ખોટા રે વગોવવા
પેલી વાર લાયા નથી જઈએ છે રોજ ઓરવા

હો લાવો ઓઢી લઉ માથે ઓઢાડો તમારા હાથે
ખોટું લાગ્યું હોય તો માફ કરી દો મારી વાતે

હે તમે હસો હવે દિલથી રણમાં વાદલડી વરસી
તમે હસો હવે દિલથી રણમાં વાદલડી વરસી
હવે ટીલડી ચુંદડી મેલ મને જમાડને જીવલી
હે તમે હાથ ધોઈ આવો તમને જમાડે આ જીવલી 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »