Avsariyo Rudo Lyrics in Gujarati | અવસરિયો રૂડો લિરિક્સ ગુજરાતીમાં

Avsariyo Rudo - Kairavi Buch
Singer : 
Kairavi Buch , Music : DJ Kwid & Gaurav Dhola  
Lyrics : Janki Gadhavi , Label : Kairavi Buch
 
Avsariyo Rudo Lyrics in Gujarati
| અવસરિયો રૂડો લિરિક્સ ગુજરાતીમાં 
 
આસોપાલવના પાન લીલુડા 
વીણી વીણીને તમે લાવજો
જાજો બગીચે ફોરમતા ફૂલડા 
વીણી વીણીને તમે લાવજો

તોરણ બંધાવો 
મારગ સજાવો 
આવ્યો છે શુભ દિન આંગણે

તોરણ બંધાવો મારગ સજાવો 
આવ્યો છે શુભ દિન આંગણે
આવ્યો છે શુભ દિન આંગણે

ઢોળી કંકુ ઢોળી 
હરખેથી સાથિયા પુરાવો રે 

ચોળી ઘીમાં ચોળી 
લાડુને લાપસી બનાવો રે 

ધરતી માં રંગ લાયો 
અંબરને સંગ લાયો 
એવા ઉમંગે આવ્યો રે 

અવસરિયો રૂડો આયો રે
અવસરિયો રૂડો આયો રે
અવસરિયો રૂડો આયો રે
અવસરિયો રૂડો આયો

જ્યાં જુઓ ત્યાં 
છલકે રાખે છે 
હરખના તેડા 

જ્યાં જુઓ ત્યાં 
ચમકે રાખે છે
મલકતા ચેહરા 

જ્યાં જુઓ ત્યાં 
છલકે રાખે છે 
હરખના તેડા 

જ્યાં જુઓ ત્યાં 
ચમકે રાખે છે
મલકતા ચેહરા 

ખુશીઓ ને સંગ લાયો 
હૈયા માં હેત લાયો 
એવા ઉમંગે આયો રે 

અવસરિયો રૂડો આયો રે
અવસરિયો રૂડો આયો રે
અવસરિયો રૂડો આયો રે
અવસરિયો રૂડો આયો
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »