Sona Roopani Bhammar Vehl Lyrics in Gujarati | સોના રૂપાની ભમ્મર વેલ લિરિક્સ ગુજરાતીમાં

Sona Roopani Bhammar Vehl
Singer : Rakesh Barot & Reshma Thakor
Lyrics : Chandu Raval , Music : Rakesh Barot & Mehul Barot
Label - Saregama India Limited
 
Sona Roopani Bhammar Vehl Lyrics in Gujarati
| સોના રૂપાની ભમ્મર વેલ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે હાવ હોના ની હે એવી રૂપા ની
હે હાવ હોના રે રૂપા ની ભમ્મર વેલ
વેલડીએ ઘમકે છે જેણી ગુગર માણા રાજ

હે જોડો પરણિયા જોડો ભમ્મર વેલ
કોનુંડો આયો ને મૈયર જાવું માણા રાજ
હે ચાર પાંચ દાડા થી મને બધી એ ખબર છે
તારા રે પિયર સોમે તારી રે નજર છે

હે લોબી લોબી છે હે ઘણી છેટી છે
હે લોબી લોબી છે તારા મૈયરયા ની વાટ
ઘૂઘરા રે ધમકાવી વેલડું છોડું માણા રાજ
હે હેંડો હેંડો કોનુંડો આયો ને મૈયર જાવું માણા રાજ

હે વહાલી મારી મૈયર જઇ ને તમે મોરે થઈને રમજો
મોરે થઈને રમશો તો અમને બહુ ગમશો
ઓ ભવો ભવ ભરથાર થઇ ને મળજો
તમારા પહેલા પિયુ મોત મને આવજો

ઓ પિયુ તમે બોલો વાત મા વ્યવહારે
નથી રોકી પિયર મને જાત રે તહેવારે
હે હું ચંપો ને અરે હું ચંપો ને હું ચંપો ને તમે છો મારી કેળ
કોનુંડો રમી ને રાજી રેજો માણા રાજ
હેંડો હેંડો કોનુંડો આયો ને મૈયર જાવું માણા રાજ

હો આયો કોનુંડો પિયુ હૈયે હરખ છે
હેંડો ને જટ હવે મોડું રે થાય છે
હો તારું પિયર ને ગોડી મારું છે હાહરું
ચિંતા ના કરો વેલડું જાશે રે પોચડું

હે મારી ગોથેનો ભેગી રે થઇ છે વાટ્યો મારી જોઈ ને બેઠી છે
હે ઉગિયો ઉગિયો રે હે ઉગિયો ઉગિયો રે
હે ઉગિયો ઉગિયો રે હોમે પીળીયો રે પરભાત
દાડો રે આથમતા પહોંચી જાસુ માણા રાજ

હે હવે કોનુંડો રમી ને રાજી થશુ માણા રાજ
હે તમે કોનુંડો રમી રાજી રેજો માણા રાજ
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »