Bhai Bahen Nu Het Lyrics in Gujarati | ભાઈ બહેન નુ હેત લિરિક્સ ગુજરાતીમાં

Bhai Bahen Nu Het
Singer : Chandu Raval & Nayna Thakor 
Lyrics : Sovanji Thakor , Music : Vijay Dabhi
Label : Jhankar Music
 
Bhai Bahen Nu Het Lyrics in Gujarati
| ભાઈ બહેન નુ હેત લિરિક્સ ગુજરાતીમાં 
 
હે એવા વરહાળુ વાયરા વાયા રે
હે એવા વરહાળુ વાયરા વાયા રે

હે ભમ્મર રંગ ભોરીગડા
હે મારે વીરોજી પરોંણલા આયા રે
હે ભમ્મર રંગ ભોરીગડા
હે આંખે આયા આંસુ હરખના રે
હે ભમ્મર રંગ ભોરીગડા
હે અમે ઓઢયા ના વીર ને પાથર્યા રે
હે ભમ્મર રંગ ભોરીગડા
હા ભમ્મર રંગ ભોરીગડા

હો નાના નાનપણ માં બેની જુદા પડયા તા
હમાચાર હોભળી ને મળવા આયા તા
હો ભલે આયા વીર લઉ વારણા તમારા
તમને જોઈ ને ટાઢા કાળજા અમારા

હે બેની કેવા હાહરિયા તમને મલ્યા રે
હે ભમ્મર રંગ ભોરીગડા
હે બેના આંખે આહુડા પડયા રે
હે ભમ્મર રંગ ભોરીગડા
અલ્યા ભમ્મર રંગ ભોરીગડા

હો ભલે ગરીબ છુ પણ ભાઈ છુ તમારો
વેળા આવે જીવ આલશુ અમારો
હો પિયર નો આસરો એક તુ છે અમારો
અમારો કરતા વાલો જીવ છે તમારો

હે બેની તારા વીના કોણ બાંધે રાખડી રે
હે ભમ્મર રંગ ભોરીગડા
હે તમે જુગ જુગ જીવો આશ આટલી રે
હે ભમ્મર રંગ ભોરીગડા
હે હોવે હોવે ભમ્મર રંગ ભોરીગડા
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »