Rakhjo Thodi Ghani Mari Odkhan Lyrics in Gujarati | રાખજો થોડી ઘણી મારી ઓળખાણ લિરિક્સ ગુજરાતીમાં

Rakhjo Thodi Ghani Mari Odkhan - Jignesh Barot
Singer : Jignesh Barot , Music : Ravi - Rahul
Lyrics : Milan Palodara , Label : Ekta Sound
 
Rakhjo Thodi Ghani Mari Odkhan Lyrics in Gujarati
| રાખજો થોડી ઘણી મારી ઓળખાણ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો સાવ ભુલી ના જતા ના થાજો અજાણ
હો સાવ ભુલી ના જતા ના થાજો અજાણ
ભુલી ના જતા ના થાજો અજાણ
રાખજો થોડી ઘણી મારી ઓળખાણ

હે મારુ મોઢું રે ના થાકે તારા કરતા વખાણ
મોઢું રે ના થાકે તારા કરતા વખાણ
રાખજો થોડી ઘણી મારી ઓળખાણ

હો સમય બદલાણો ગોંડી તમે બદલાણા
ભોડા હમજ્યા તમે તો નીકળ્યાં ખૂબ શાણા
સમય બદલાણો ગોંડી તમે બદલાણા
ભોડા હમજ્યા તમે તો નીકળ્યાં ખૂબ શાણા

ઓ હાવ ભુલી ના જતા ના થાજો અજાણ
ભુલી ના જતા ના થાજો અજાણ
રાખજો થોડી ઘણી મારી ઓળખાણ
હો ઓ રાખજો થોડી ઘણી મારી ઓળખાણ

હો કોશિશ હું કરતો રહ્યો તને ભુલવાની
આદત પડી છે દિલે દર્દ ઘુંટવાની
હો કરી ચિંતા ના મેતો મારી કોઈ જાતની
તમે પરવાહ ના કરી મારી કોઈ વાત ની

હો પાગલ થઈ મારા પ્રેમ તાંતણે બંધાણાં
ચમ હવે ક્યોંશો પ્રેમ કરી ને પછતાણા
પાગલ થઈ મારા પ્રેમ તાંતણે બંધાણાં
ચમ હવે ક્યોંશો પ્રેમ કરી ને પછતાણા

હો સાવ ભુલી ના જતા ના થાજો અજાણ
ભુલી ના જતા ના થાજો રે અજાણ
રાખજો થોડી ઘણી મારી ઓળખાણ
હો ઓ રાખજો થોડી ઘણી મારી ઓળખાણ

હો ધીરજ ખુટી ને તારી યાદો દિલે ડંખતી
આંખો માં ઉજાગરા રાતો જારી રડતી
હો નિશાનિયો તારી જોઈ દલડુ મારુ તડપે
નથી કહી શકતો હોઠ મારા ફફડે

હો પ્રેમ ના તારા કાયદા જાનુ મને ના હમજાણા
દિલ ના દેનાર ને કરી જ્યા અજાણ્યા
પ્રેમ ના તારા કાયદા જાનુ મને ના હમજાણા
જીગા જેવા પ્રેમી ને કરી જ્યા અજાણ્યા

હો હાવ ભૂલી ના જતા ના થાજો અજાણ
ભુલી ના જતા ના થાજો રે અજાણ
રાખજો થોડી ઘણી મારી ઓળખાણ
હો ઓ રાખજો થોડી ઘણી મારી ઓળખાણ
હો ઓ રાખજો થોડી ઘણી મારી ઓળખાણ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »