Puchhi Jo Antar Ne Tara Lyrics in Gujarati | પૂછી જો અંતરને તારા લિરિક્સ ગુજરાતીમાં

Puchhi Jo Antar Ne Tara - Ruchita Prajapati
Singer : Ruchita Prajapati , Lyrics :  Madhav Das
Music : Jayesh Patel & Nitin Solanki , Label : Meshwa Electronics
 
Puchhi Jo Antar Ne Tara Lyrics in Gujarati
| પૂછી જો અંતરને તારા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો પૂછી જો અંતરને તારા હૈયે મૂકી હાથ
કહોને ક્યાંથી રીઝે રામ (ર)
હો પૂણ્ય ગયું પરવારી આજે વધી રહ્યું છે પાપ
કહોને ક્યાંથી રીઝે રામ  (ર)

હો પૂછી જો અંતરને તારા હૈયે મૂકી હાથ
કહોને ક્યાંથી રીઝે રામ (ર)

સ્વાર્થના સૌ સંગા સંબંધી સ્વાર્થમાંની દુનીયા અંધી
સ્વાર્થના સૌ સંગા સંબંધી સ્વાર્થમાંની દુનીયા અંધી
વ્હાલા વેરી થાતા જગમાં સરી જતું જ્યાં સ્વાર્થ
કહોને ક્યાંથી રીઝે રામ (ર)

કામીનીને કંચન કાજે ભાઈ ભાઈના ગળા જ કાપે
કામીનીને કંચન કાજે ભાઈ ભાઈના ગળા જ કાપે
શરમના આવે સહેજ તુજને કરતા કાળા કામ
કહોને ક્યાંથી રીઝે રામ (ર)

હો પૂછી જો અંતરને તારા હૈયે મૂકી હાથ
કહોને ક્યાંથી રીઝે રામ (ર)

જુઠું બોલતાના નવ અચકાતા માનવ દિન દિન દાનવ થાતા 
જુઠું બોલતાના નવ અચકાતા માનવ દિન દિન દાનવ થાતા 
પાપી પેટને ખાતર આજે કતલ થતી ગૌ માત
કહોને ક્યાંથી રીઝે રામ (ર)

સત્ય અહિંસા દયા ભૂલાઈ લાભને લોભે વધી બુરાઈ
સત્ય અહિંસા દયા ભૂલાઈ લાભને લોભે વધી બુરાઈ
દુ:ખમા નાખે  દીકરી પછી લ્હેર કરે માં બાપ
કહોને ક્યાંથી રીઝે રામ (ર)

હો પૂછી જો અંતરને તારા હૈયે મૂકી હાથ
કહોને ક્યાંથી રીઝે રામ (ર)

ગયો જમાનો રામસીતાનો પતિવ્રતાને પવિત્રતાનો
ગયો જમાનો રામસીતાનો પતિવ્રતાને પવિત્રતાનો
આજ કાલના જુવાનીયાએ નેવે મૂકી લાજ
કહોને ક્યાંથી રીઝે રામ (ર)
www.gujaratitracks.com

ઇમીટેશનમાં અંધજ થાતા ફેશનમાં ભુલી ભટકાતા 
ઇમીટેશનમાં અંધજ થાતા ફેશનમાં ભુલી ભટકાતા 
સાચી વસ્તુ શોધતા આજે મળે નહીં કોઈ ઠામ 
કહોને ક્યાંથી રીઝે રામ (ર)

હો પૂછી જો અંતરને તારા હૈયે મૂકી હાથ
કહોને ક્યાંથી રીઝે રામ (ર)

ધર્મ નિયમને છેટે મૂક્યા ઇશ્વરને પણ છેકજ ચૂક્યા
ધર્મ નિયમને છેટે મૂક્યા ઇશ્વરને પણ છેકજ ચૂક્યા
દારૂ પીધેલાં માંકડા જેવા જીવ બન્યા બેફામ
કહોને ક્યાંથી રીઝે રામ (ર)

પાપનાં પોટલાં બાંધ્યાં પ્રાણી લોકમાહી શી કરી કમાણી
પાપનાં પોટલાં બાંધ્યાં પ્રાણી લોકમાહી શી કરી કમાણી
માધવદાસ કહે છે મૂરખ મૂળગો ખોયો માલ
કહોને ક્યાંથી રીઝે રામ (ર)

હો પૂછી જો અંતરને તારા હૈયે મૂકી હાથ
કહોને ક્યાંથી રીઝે રામ (ર) 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »