Parne Mobhi Lyrics in Gujarati | પરણે મોભી લિરિક્સ ગુજરાતીમાં

Parne Mobhi - Parth Gadhavi
 Singer : Parth Gadhavi , Music : Jaydeep Patel
Lyrics : Bharatbhai Dhandhal , Label : PARTH GADHAVI OFFICIAL
 
Parne Mobhi Lyrics in Gujarati
| પરણે મોભી લિરિક્સ ગુજરાતીમાં 
 
 ગણેશ વધાવા !!

એ હાલો ગણેશ વધાવા આજ મંગલ ગાવા છે..
પરણે લાડો ને આનંદ આજ મંગલ ગાવા છે..
પ્રેમે લાગુ કુળદેવી ને પાય મંગલ ગાવા છે..
મારા હૈયા માં હરખ ના માય મંગલ ગાવા છે..

માણેક રોપ્યા મંડપ ની માય મંગલ ગાવા છે...
મારે સરવો તાણી ને સાદ મંગલ ગાવા છે...
એ હાલો ગણેશ વધાવા આજ મંગલ ગાવા છે..
પરણે લાડો ને આનંદ આજ મંગલ ગાવા છે..

!! જરીયલ સાફા !!

ઓ જરિયલ સાફા શોભે હેમર ના હાર ડોકે (૨) 
મોભી કુળ નો કુંવર હાલો જોટાળી બંધૂકે 
એ મારા મોભી કુળ કુંવર હાલો જોટાળી બંધૂકે 

એ રોજી તારી રાંગે સૂર શરણાયુ ના વાગે (૨) 
ઉમંગ પોર ઉછળે જોને આજે નાકે નાકે (૨) 

!! બાપુ ને તારા લગ્નનીયાના કોડ !!

બાપુ ને તારા લગ્નનીયાના કોડ રે પરણો ને વીરા પાતળા રે લોલ

બાપુ ને તારા એ બાપુ ને તારા બાપુ ને તારા 
લગ્નનીયાના કોડ રે પરણો ને વીરા પાતળા રે લોલ
પરણો ને વીરા પાતળા રે લોલ...

લેશું રે લાડા તારા લગ્નનિયાની લેર રે મોજું રે રૂડી માણસું રે લોલ , મોજું રે રૂડી માણસું રે લોલ...

લેશું રે લાડા એ લેશું રે લાડા 
લેશું રે લાડા તારા લગ્નનિયાની લેર રે મોજું રે રૂડી માણસું રે લોલ...

!! પરણે મોટા કુળ નો મોભી !!

પરણે મોટા કુળ નો મોટા કૂળ ના મોટા કૂળ નો 
પરણે મોટા કુળ નો મોભી રે દીપે ડેલી ને દરબાર...

એ કુંવર અચકણ સાફે શોહે રે મારો સાંવરિયો સરદાર...

પરણે મોટા કુળ નો મોટા કૂળ ના મોટા કૂળ નો 
પરણે મોટા કુળ નો મોભી રે દીપે ડેલી ને દરબાર...

બેઠા ડાયરા માં ડાયરા માં ડાયરા માં 
એ બેઠા ડાયરા માં દીપે રે મોટા રજવાડા ના રાજ...

એ વીર ના બાપુ મનના મોટા રે એમની મોટી છે ઓળખાણ...

પરણે મોટા કુળ નો મોટા કૂળ ના મોટા કૂળ નો 
પરણે મોટા કુળ નો મોભી રે દીપે ડેલી ને દરબાર...

!! વીર ની જાન માં !!

મોભી મેમાનો વીર ની જાન મને પડે વારઘોડા નો વટ 
ઓ જી રે તારા વરઘોડા નો વટ સુગંધી બની શેરીયુ રે લોલ
સુગંધી બની શેરીયુ રે લોલ...

હોશે થી હાલ્યો લાડો પરણવા વાને બોલે ઘોડા ની ઘમસાણ... ઓ જી રે બોલે ઘોડા ની ઘમસાણ...

અવસર રૂડો ઓપતો રે લોલ... 
અવસર રૂડો ઓપતો રે લોલ... 
અવસર રૂડો ઓપતો રે લોલ... 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »