Palav Na Chhaya Ma Revu Mari Maa Lyrics in Gujarati | પાલવના છાયામા રેવું મારી માં લિરિક્સ ગુજરાતીમાં

Palav Na Chhaya Ma Revu Mari Maa - Toral Rathva
Singer : Toral Rathva 
Lyrics : Toral Rathva & Mukesh Rajput
Music : Nimesh Variya , Label : Sem Films
 
Palav Na Chhaya Ma Revu Mari Maa Lyrics in Gujarati
| પાલવના છાયામા રેવું મારી માં લિરિક્સ ગુજરાતીમાં
 
હો તારા પાલવ ના છાયા માં મારે રેવુ મારી માઁ
હો તારા પાલવ ના છાયા માં મારે રેવુ મારી માઁ
છેડો પકડી ને પાલવ નો મારે ફરવુ મારી માઁ
હો માઁ તો માઁ છે એના તોલે આવે કોઈ ના

હો તારા કેટલા છે ઉપકાર એતો ઘણીયા રે ઘણાય ના
કેટલા છે ઉપકાર એતો ઘણીયા રે ઘણાય ના
હો માઁ તો માઁ છે એના તોલે આવે કોઈ ના

હોય મંદિર વાળી કે ઘર ના ગોખ વાળી માં
બીજ રૂપ છે ભગવાન નુ મહા હેત વાડી માઁ
બીજ રૂપ છે ભગવાન નુ મહા હેત વાડી માઁ
હો માઁ તો માઁ છે એના તોલે આવે કોઈ ના

હો તારા પાલવ ના છાયા માં મારે રેવુ મારી માઁ
છેડો પકડી ને પાલવ નો મારે ફરવુ મારી માઁ
હો માઁ તો માઁ છે એના તોલે આવે કોઈ ના
હો માઁ તો માઁ છે એના તોલે આવે કોઈ ના

હો હોય તુ હારે તો આસાન લાગે ઝિંદગી
હાથ જાલી તારો પા પા પગલી મારે કરવી
કરી ના સકે કોઈ તારી માઁ બરોબારી
માવડી આગળ ઝાન્ખી લાગે દુનિયા ની ખુશીઓ બધી

હો તારા પગ ધોઈ પાની પાણી ઓરે મારી માઁ
તોયે આરે જનમ મા ઋણ ચૂકવી હુ સકુ ના
તોયે આરે જનમ મા ઋણ ચૂકવી હુ સકુ ના

હો તારા પાલવ ના છાયા માં મારે રેવુ મારી માઁ
છેડો પકડી ને પાલવ નો મારે ફરવુ મારી માઁ
હો માઁ તો માઁ છે એના તોલે આવે કોઈ ના
હો માઁ તો માઁ છે એના તોલે આવે કોઈ ના

હમદર્દ નથી કોઈ માઁ થી મોટો આ જગત મા
માઁ થી મોટો હમસફર ના મળે આ જગત મા
હો તુ જનેતા ને તુજ ભગવાન છે અમારો માઁ
તારા ચરણો મા ચારો ધામ છે અમારા માઁ

નઈ મળે તારા પાલવ જેવો બીજે મને છાયો માઁ
તુ વાલ નો છે દરિયો જેને માપી રે શકાય ના
તુ વાલ નો છે દરિયો જેને માપી રે શકાય ના

હો તારા પાલવ ના છાયા માં મારે રેવુ મારી માઁ
છેડો પકડી ને પાલવ નો મારે ફરવુ મારી માઁ
હો માઁ તો માઁ છે એના તોલે આવે કોઈ ના
હો માઁ તો માઁ છે એના તોલે આવે કોઈ ના 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »