Paheli Mulakat Lyrics in Gujarati | પહેલી મુલાકાત લિરિક્સ ગુજરાતીમાં

Paheli Mulakat - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Lyrics : Kandhal odedara
Music : Dipesh Chavada , Label- Saregama India Limited
 
Paheli Mulakat Lyrics in Gujarati
| પહેલી મુલાકાત લિરિક્સ ગુજરાતીમાં 
 
ઓલો મોરલિયો કરે છે મીઠુંડો ટહુકાર
ઓલો મોરલિયો કરે છે મીઠુંડો ટહુકાર
વર્ષા રાણી આવો સજી સોળે શણગાર

ઓ વનરાયું ગેલી થઇ વાયરે સુમાર
છાંટા ના સુસવાટે કરજો મીઠુંડો રણકાર
ઓ રે ઓ વરસાદ ઝરમર કરી શરૂઆત
રિમ ઝિમ વરસો આખી આખી રાત
ઓ પિયુ સંગ છે મારી પહેલી મુલાકાત
ઓ પિયુ સંગ છે મારી પહેલી મુલાકાત

ઓ અરજ હું કરું છું પુરી કરજો મારી આશા
ખાલી ઘનગોર થઇ મેઘ ના દેજો નિરાશા
ઓ વરસી અનરાધાર સમજાવો પ્રેમ ની ભાષા
મન મૂકી વરસજો એ જઈ ના શકે પાછા

ઓ બસ આખો થી સંવાદ હાથ હશે એનો હાથ
માટી ની મહેક થી ભરી ભરી શ્વાશ
ઓ પિયુ સંગ છે મારી પહેલી મુલાકાત
ઓ પિયુ સંગ છે મારી પહેલી મુલાકાત

ઓ એની આંખ છે અણિયારી એ છે રૂપ ની રાણી
ફૂલડાં જેવી કોમળ એના પગ ની છે પાની
ઓ છે સ્નેહ ની સરવાણી એ છે વેદોની વાણી
સ્વર્ગ થી નીતરતું એ અમૃત સમું પાણી
છલકાયા લાગણી ના પૂર તણાયા અમે ભરપૂર
રંગ આકાશમાં લઈ પૂરવું છે સિંદૂર

ઓ પિયુ સંગ છે મારી પહેલી મુલાકાત
ઓ પિયુ સંગ છે મારી પહેલી મુલાકાત
ઓ પિયુ સંગ છે મારી પહેલી મુલાકાત 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »