Nai Bane Tare Mare Lyrics in Gujarati | નઈ બને તારે મારે લિરિક્સ ગુજરાતીમાં

Nai Bane Tare Mare - Rakesh Barot
Singer : Rakesh Barot , Music: Rahul - Ravi
Lyrics : Vipul Raval , Label- Saregama India Limited
 
Nai Bane Tare Mare Lyrics in Gujarati
| નઈ બને તારે મારે લિરિક્સ ગુજરાતીમાં 
 
તુ મને બાળવા ફરે જાનુ બીજાની હારે
હો તુ મને બાળવા ફરે જાનુ બીજાની હારે
તું આવું રે કરીને ખોટા દેખાવ ચમ કરે

અરે જા ઠગડી જા નઈ બને તારે મારે
અરે જા જૂઠડી જા નઈ બને તારે મારે
એ ખોટા ખેલ ચમ તું કરે મને ફેર કોય નઈ પડે
ખોટા ખેલ ચમ તું કરે મને ફેર કોય નઈ પડે
અરે જા ઠગડી જા નઈ બને તારે મારે
જા જા જા જા જૂઠડી જા નઈ બને તારે મારે

અરે તારા જેવી છોડીયો મને સત્તર રે ભટકોણી
મારા હોમું એમનું અલી ઉતરી જયુ છે પોણી
ઓ તુ મને પાડવા ફરે એવુ કોઈ કાળે નહીં થવાનું
તારું ઉતરી જશે અભિમાન તારે માપ માં રેવાનું

ભલે તું મને હેરાન કરે મારી પાછળ પાછળ ફરે
ભલે મને હેરાન કરે મારી પાછળ પાછળ ફરે
અરે જા ઠગડી જા નઈ બને તારે મારે
જા જા જા જા જૂઠડી જા નઈ બને તારે મારે

ઓ મને રે ભાળીને તું તો નખરા ઘણા કરે છે
તને એમ લાગતું હશે આ મારા પર મરે છે
ઓ તારો ઠાઠ ઠઠારો જોઈ હું પીગળી નહિ જવાનો
તારી પાછળ હુ તો કોય ગોંડો નહિ થવાનો

હું તને પડીશ હું બહુ ભારે તુ જતી રે તારા ઘરે
તને પડીશ હું બહુ ભારે તુ જતી રે તારા ઘરે

અરે જા ઠગડી જા નઈ બને તારે મારે
જા જા જા જા જૂઠડી જા નઈ બને તારે મારે
અરે જા ઠગડી જા અરે જા જૂઠડી જા
અરે જા ઠગડી જા નઈ બને તારે મારે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »