Mathe Maa Na Char Hath Lyrics in Gujarati | માથે માંના ચાર હાથ લિરિક્સ ગુજરાતીમાં

Mathe Maa Na Char Hath - Hansha Bharwad
Singer : Hansha Bharwad , Lyrics : Kandhal Odedara
Music : Shashi Kapadiya , Label: T-Series
 
Mathe Maa Na Char Hath Lyrics in Gujarati
| માથે માંના ચાર હાથ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો મેતો ખાલી દિવા ભર્યા અજવાળા તમે કર્યા
તારી રે દયા થી મારા અજવાળા મારે થયા
ભાવ થી માં તમને ભજ્યા દુઃખ બધા મારા ટળ્યા
ધન ભાગ્ય કે માડી તમે અમને મળ્યા

હે મારા અંતર ની વાત બધી જાણે
હા મારા અંતર ની વાત બધી જાણે
સાથ દિધો ખરા ટાણે
મારી માથે મારી માં ના ચાર હાથ છે
કે નથી ખુટવા દિધુ અન્ન મારા ભાણે
કે ટાણે કે કટાણે
કે મારી માથે મારી માં ના ચાર હાથ છે

હો રેહમ કરી છે રે રાજ ઉગ્યો સુખ નો રે સુરજ
ધરતી પર દઈ દિધુ મા એ વૈકુંઠ અને વ્રત
હા દુઃખ ની વેળા એ આવ્યા માડી વારે ને હાલ્યા હથવારે
મારી માથે મારી માં ના ચાર હાથ છે

હે મારા અંતર ની વાત બધી જાણે
સાથ દિધો ખરા ટાણે
મારી માથે મેલડી ના ચાર હાથ છે
હે મારી માથે મારી માં ના ચાર હાથ છે

હો ઓ
સત્ત ના મારગે ચાલતા કોઈ ને ગમતા નોતા
નાના હટા માળા એટલે દુનિયા ઘણતી ખોટા
હો ઓ નિરાધર કરી લોકો છેટા ઉભા જોતા
બાવડુ પકડી મા એ કર્યા અમને મોટા

હા મારગ રે બતાયો મા એ આંગળી રે ​​ચીંધી
દુઃખ મારા હરિ લે રે સુખ સાયબી રે કીધી
હે ડૂબવા દિધી ના નાવ મઝધારે
લઇ આવ્યા રે કિનારે
મારી માથે મારી માં ના ચાર હાથ છે

હા મારા અંતર ની વાત બધી જાણે
સાથ દિધો ખરા ટાણે
હે મારી માથે ઝાંપડી ના ચાર હાથ છે

એક હાન્ધતા ને તૂટતાં માડી તેર
એવા ટાણે માવડી આવ્યા પધાર્યા મારે ઘેર
હા હા બેડો પાર કરી મા એ કરાવ્યા લીલા લેર
આંઠે પોર રેતી મારા માથે માં ની મેર

હો કાંટાળી કેડી મારે હાથે વેર્યા મા એ ફૂલ
કરી દિધા રાજા અમને લોકો ગણતા પગ ની ધૂળ
હે ફુંક મારી ને દુઃખડા ભગાડ્યા
મલહમ તે લગાડ્યા
મારી માથે મારી માં ના ચાર હાથ છે

હા મારા અંતર ની વાત બધી જાણે
સાથ દિધો ખરા ટાણે
મારી માથે મારી માં ના ચાર હાથ છે
હે મારી માથે મારી માં ના ચાર હાથ છે
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »