Lodan Chdave Loy Lyrics in Gujarati | લોડણ ચડાવે લોઈ લિરિક્સ ગુજરાતીમાં

Lodan Chdave Loy - Kalubhai Raval
Singer : Kalubhai Raval ,Lyrics : Shaktidan Charan
Music : Sunil Thakor , Label : Goga Star Films Media‬ 
 
Lodan Chdave Loy Lyrics in Gujarati
| લોડણ ચડાવે લોઈ લિરિક્સ ગુજરાતીમાં 
 
પણ કંકુ ચોખા લઈ કંથને
અરે રે વાળી ચડાવે સિંદૂર સવ કોઈ
 પણ ઓલી લોડણે ...લોડણે ચડાવ્યા લોઈ 
અરે રે એની ખીમારાની જય ખાંભી એ 
અરે રે ઓલી ખીમરાની જય ખાંભી એ 

પ્રેમ ગાથા પવિત્ર આવી જગમાં નોખી જોઈ
ખીમારાની ઈ જય ખાંભીએ જય લોડણ ચડાવે લોઈ
ખીમારાની ઈ જય ખાંભીએ જય લોડણ ચડાવે લોઈ
હે ...પ્રેમ ગાથા
પ્રેમ ગાથા પવિત્ર આવી જગમાં નોખી જોઈ
ખીમારાની ઈ જય ખાંભીએ જય લોડણ ચડાવે લોઈ
ખીમારાની ઈ જય ખાંભીએ જય લોડણ ચડાવે લોઈ

દિલમાં જેને દ્વારકાવાળો ઈ સંઘ ખંભાથેથી જાય
રાવળ સીમાડે રાત પડી ન્યાં લોડણ વિહામો ખાય
સીમાડે લોડણ વિહામો ખાય 

એવી ખીમરાને જ્યાં ખબરું પડતા જોવા લોડણને જાય 
સીમાડે જોવા લોડણને જાય 

હે   ...પ્રેમ ગાથા 
પ્રેમ ગાથા પવિત્ર આવી જગ માં નોખી જોઈ
ખીમારાની ઈ જય ખાંભીએ જય લોડણ ચડાવે લોઈ 
ખીમારાની ઈ જય ખાંભીએ જય લોડણ ચડાવે લોઈ 

જોઈ લોડણ ત્યાં તો જુગ જુની કોઈ અણહારું ઓળખાય
ભવ-ભવના કોઈ ભેરુ વિખૂટા જે રહી ગયા રુદા માય 
અધૂરા ઈ રહી ગયા રુદા માય 

 ઈ માધવાએ પાછા મેળવા એવા મન રહ્યા મલકાય
 સીમાડે મન રહ્યા મલકાય

હે   ...પ્રેમ ગાથા 
પ્રેમ ગાથા પ્રેમ ગાથા પવિત્ર આવી જગમાં નોખી જોઈ 
ખીમારાની ઈ જય ખાંભીએ જય લોડણ ચડાવે લોઈ
ખીમારાની ઈ જય ખાંભીએ જય લોડણ ચડાવે લોઈ
www.gujaratitracks.com

પણ અમે આંઠમે દાળે આવશું 
અરે એવા કોલ જો દીધેલ કોઈ 
પણ ત્યાં તો લલાટે ...  એ ... લલાટે લખેલા લોઈ
અરે રે ઓલી ખીમરા લોડણ ખાંભીએ 
એ ...એ ...ઓલી ખીમરા લોડણ ખાંભીએ

નીમ ધારી ત્યાને ટેક ધારી એને વચને બાંધ્યો વેવાર 
મારે આંઠદાળા આવતા થાહે તું વ્હાલમાં જોજે તું વાટ 
લોડણની વ્હાલમાં જોજે તું વાટ  

ત્યાં તો આવડા સુકાન આંઠમે દાડે 
 જોડ ભાંગેલી જણાય
લોડણ ને જોડ ભાંગેલી જણાય 

હે   ...પ્રેમ ગાથા 
પ્રેમ ગાથા પ્રેમ ગાથા પવિત્ર આવી જગમાં નોખી જોઈ
 ખીમારાની ઈ જય ખાંભીએ જય લોડણ ચડાવે લોઈ
 ખીમારાની ઈ જય ખાંભીએ જય લોડણ ચડાવે લોઈ

ખામી શક્યો નઈ ખીમરો ઈ વિરહ લોડણનો ઈ વાત 
શક્તિદાન ચરણ કે રાવળે રહી ગયો ખીમરો કાયમ રાત
 રઈ ગયો ના ખીમરો કાયમ રાત 

ન્યાતો લોઈ ચડાવ્યા લોડણે આવી વાત જગે વિખ્યાત 
અમર આવી વાત જગે વિખ્યાત

હે   ...પ્રેમ ગાથા 
પ્રેમ ગાથા પ્રેમ ગાથા પવિત્ર આવી જગમાં નોખી જોઈ
ખીમારાની ઈ જય ખાંભીએ જય લોડણ ચડાવે લોઈ 
ખીમારાની ઈ જય ખાંભીએ જય લોડણ ચડાવે લોઈ 

।। જય ખીમરા દાદા ।।
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »