Garvi Gujaratan Lyrics in | ગરવી ગુજરાતણ લિરિક્સ ગુજરાતીમાં

Garvi Gujaratan - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Music : Amit Barot
Lyrics : Kandhal Odedara , Label : Jigar Studio
 
Garvi Gujaratan Lyrics in 
| ગરવી ગુજરાતણ લિરિક્સ ગુજરાતીમાં 
 
ગરવી ગુજરાતણ હા આવે ગુજરાતણ

હો ધીમી ધીમી પાડે પગલીયુ
હો ધીમી ધીમી પાડે પગલીયુ
પિત્તલવર્ણી એની પાનીયુ
હો અમીયલ આંખડીયુ

એ ઠુમ્મરીયા ઘાઘરે ઘુમતી રે
જુમતી રે ઓલી ગરવી ગુજરાતણ
હાં આચ્છા જોબનીયે છલકતી રે
મલકાતી રે ઓલી ગરવી ગુજરાતણ

તેણે ફુલ ફગરતો ગજરો ઓઢાને કસુંબલ કોર
ઝગમગતી ઝાંઝરીયું ને હૈયે નાચે મોર
એ નવરંગી ઓઢણી ચમકતી રે
ઝગમગતી રે ઓલી ગરવી ગુજરાતણ
એ રૂપેરા ઝાંઝરે ઝલકતી રે
ખનકતી રે હા હા રે ગુજરાતણ

હો હિરે મઢેલી નથણી નાકે
સોના નો ચૂડલો હાથે
હો સૂરજ જેવી બિંદી ચમકે માથે
બાજુબંધ બાંધ્યા સંગાથે

હે મચક ડગલું માંડતી લજામણી નો છોડ
ઠેસ થી ઠલકારો ચાલે મલપતિ મરોડ
અરે સોળે શણગાર સજાવતી રે
શણગારતી રે ઓલી ગરવી ગુજરાતણ
એ હોહરવી હૈયે ઉતરતી રે
નિતરતી રે ઓલી ગરવી ગુજરાતણ

હો શોભે છે કામ્બિયું ને વિંછીયા પગે
ગરબા ના તાલે અંગે અંગે
હો સૌ કોઈ રંગે ગરબા ના રંગે
ખિલતી રાત ઉમંગે

હે ધરા સંગે સુરજ ને જાણે ઘુમે ગોળ ગોળ
હવા સંગે ચાલે કરવા એની સંગે હોડ
એ ચંદર ની ચાંદની રેલાવતી રે
ફેલાવતી રે ઓલી ગરવી ગુજરાતણ
એ આભ નુ પાનેતર બનાવતી રે
બનાવતી રે હા હા રે ગુજરાતણ

હો રમતી નમણી નો નમણો શણગાર
રૂપ છલકે અપાર
હો કાજળ એની આંખો માં આંજ્યા
મલકાતી રમે નાર

એના માથા નો અંબોડો જાણે હળહળતો ઘોડો
મણિ જેવી ટીલડી માથે પગે કાળો દોરો
એ અંધારી જ્યોતિ જળહળતી રે
જળહળતી રે ઓલી ગરવી ગુજરાતણ

એ મનડા એ હૌના મોહાવતી રે
ચોરાવતી રે હા હા રે ગુજરાતણ
એ ઓલી ગરવી ગુજરાતણ
હે ભલી ભલી ગુજરાતણ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »