Char Dada Ni Chandani Lyrics in Gujarati | ચાર દાડાની ચાંદની લિરિક્સ ગુજરાતીમાં

Char Dada Ni Chandani - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Music : Ravi - Rahul
Lyrics : Ketan Barot , Label- Saregama India Limited
 
Char Dada Ni Chandani Lyrics in Gujarati
| ચાર દાડાની ચાંદની લિરિક્સ ગુજરાતીમાં 
 
હો ચાર દાડા ની ચાંદની ને પછી અંધારી રાત
હો ચાર દાડા ની ચાંદની ને પછી અંધારી રાત
ચાર દાડા ની ચાંદની ને પછી અંધારી રાત
પેલા પ્રેમ કરતા હવે છોડી દિધો સાથ

હો મુલાકાત કરવાનુ ના ભૂલે મારી સાથ
મુલાકાત કરવાનુ ના ભૂલે મારી સાથ
પેલા પ્રેમ કરતા હવે છોડી દિધો સાથ

હો એની રે યાદો મા હવે દાડા નથી જાતા
વિચારો આવે છે એના હેડતા ને ચાલતા
હો થાતી નથી છે એના જોડે મારે વાત
થાતી નથી હવે એના જોડે મારે વાત

પેલા પ્રેમ કરતા હવે છોડી દિધો સાથ
હો પેલા પ્રેમ કરતા હવે છોડી દિધો સાથ

હો હાથ ની હથેળી ​​મા એતો મને રાખતા
ખુશ બહુ રાખે મને કદી ના રડાવતાં
હો જીવ ની જેમ મને રોજ એ હાચવતા
મારા રે વગર એતો ઘડીયે ના રેતા

હો એને જોયા વિના અમે ખાવાનું ના ખાતા
દર્દ આ દિલ ના હોય નથી રે સેહવાતા
હો રોતી રહુ રોજ મને આવે એની યાદ
રોતી રહુ રોજ મને આવે એની યાદ

પેલા પ્રેમ કરતા હવે છોડી દિધો સાથ
હો પેલા પ્રેમ કરતા હવે છોડી દિધો સાથ

હો રોજ મોડા સુધી મને વાત એતો કરે
હવે હુ જીવું કે મરુ ફરક ના પડે
હો પોતાના બનાવી હવે કરી દિધા પારકા
જોડે જીવવાના મારા રહી ગયા ઓરતા

હો ખબર ના પડી જુઠા હતા કે હાચા
સોંગનો ખઈને એતો ફરી ગયા પાછા
હો કરી ગયા મને એની જિંદગી થી બાકાત
કરી ગયા મને એની જિંદગી થી બાકાત

પેલા પ્રેમ કરતા હવે છોડી દિધો સાથ
હો પેલા પ્રેમ કરતા હવે છોડી દિધો સાથ
હો પેલા પ્રેમ કરતા હવે છોડી દિધો સાથ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »