Hathe Meli Lal Mehandi Lyrics in Gujarati | હાથે મેલી લાલ મહેંદી લિરિક્સ ગુજરાતીમાં

Hathe Meli Lal Mehandi
Singer : Rakesh Barot & Reshma Thakor
Lyrics :  Manu Rabari & Maulik Desai
Music :  Rakesh Barot & Mehul Barot
Label : Jhankar Music
 
Hathe Meli Lal Mehandi Lyrics in Gujarati
| હાથે મેલી લાલ મહેંદી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે હાથે મેલી લાલ મહેંદિયો પરવાયા શો ચો
હે હાથે મેલી લાલ મહેંદિયો પરવાયા શો ચો
હે ફરો અલગ તમે મૂળ મા અમને કોક તો કો

હે ટોન્ટ ના મારો શોન્તી તમે રાખો
પરવાર તો ચો હજી કર્યો છે મેં આખો
કાજલ ભરેલી તારી કાળી કાળી ઓંખો
સુરજ ને પણ એ કરી નાખે ઝોંખો

હે બાર મહિના થી કરુ ઘરની
પેર્યુ ઓઢીયુ કોય ચો
હે પેરો તમે પેરો પેરો
ઓઢો ને પરવારો ના ચો કઉ શુ ક્યો

હો તૈયાર થઈ ને તમે ફરો બાર મહિના
અમે આજ પરવાર્યા તો ડોળા કાઢો કઈના
જા જાને જૂઠી હોંભલ્યા હમાચાર બુન ને જમાઈ ના
એટલે નહિ જાવુ તારે ઘરે તારા ભઈ ના

હો પોર આઠમ ના ટોણે આવુજ કર્યું તુ
બા હતા બિમાર તો અમે મોડી વાળ્યું તુ
હે હગા વાલા કે વહુ બહુ હારી
તે મારી બા ની સેવા ઘણી કરી

હે તમારા ને મારા માવતર જુદા ગણ્યા સે મેં ચો
એટલે ઓ એટલે
એટલે તો કહુ છુ મારી વાલી ઘડીયે દૂર ના થો

હો ફોન કરી ને બુન ને તેડાયા સે અમે
ટોન્ટ મારવા ના ખોટા રેવાદો ને તમે
હે વાલી મારી હાચે હાચુ કઈ દઉં હમ ખઈને માં ના
તારા વગર ચાલતું નથી એટલે કરું બાના

હો એટલે તો કઉ છુ શોન્તી તમે રાખો
તમને પડવા નહિ દઉં કોઈ વખો
હે યાદ આવે આ તારા વાલપ ની વાતો
દાડો તો જાય પણ જાતી નથી રાતો

હે વાલા આજે તો હાતમ હેડી કાલ નો દાડો રયો
હે એક દાડો યુગ જેવો કાઢવો મારે ચો
હે હેંડો મારી હંગાથ માં હાહરે કોક દાડો રયો
હે હુતો મજાક મજાક મજાક કરું મારી મોનીતિ જઈ આવો તમે જો
વળજો વેલા હો
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »