Ame Maiyara Kans Raja Na Lyrics in Gujarati | અમે મૈયારા કંસ રાજાના લિરિક્સ ગુજરાતીમાં

 

Ame Maiyara Kans Raja Na
Singer : Raghu Virkun Chala , Music : Pankaj Bhatt
Lyrics : Traditional , Label: T-Series
 
Ame Maiyara Kans Raja Na Lyrics in Gujarati
| અમે મૈયારા કંસ રાજાના લિરિક્સ ગુજરાતીમાં 
 
અમે મૈયારા કંસ રાજાના વાલા
કોઈને ના દઈએ દાણ
હારે વાલા કોઈને ના દઈએ દાણ રે
મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે
મારગડો મારો મેલી દીયો ને સુંદર શ્યામ

અમે મૈયારા કંસ રાજાના વાલા
કોઈને ના દઈએ દાણ
હારે વાલા કોઈને ના દઈએ દાણ રે
મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે
મારગડો મારો મેલી દીયો ને સુંદર શ્યામ

હે આ કાઠે ગંગા વાલા ઓલે કાઠે જમના ને
વચમાં છે ગોકુળિયું ગામ
હા રે વાલા વચમાં છે ગોકુળિયું ગામ રે
મારગડો મારો મેલી દીયો ને તમે કાન રે
મારગડો મારો મેલી દીયો ને સુંદર શ્યામ

હે દુધે ભરી છે તલાવડી ને કાય મોતીડે બાંધેલ પાળ
હા હા વાલા મોતીડે બાંધેલ પાળ રે
મારગડો મારો મેલી દીયો ને તમે કાન રે
મારગડો મારો મેલી દીયો ને સુંદર શ્યામ

હે દૂધ તમારા ઢોળાઇ જશેને તૂટશે મોતીડાંની પાળ
હા રે વાલા તૂટશે મોતીડાં ની પાળ રે
મારગડો મારો મેલી દીયો ને તમે કાન રે
મારગડો મારો મેલી દીયો ને તમે કાન

હે ક્યા રાજાનો તુ બેટડોને શુ છે તમારા નામ
હા હા વાલા શુ છે તમારા નામ રે
મારગડો મારો મેલી દીયો ને તમે કાન રે
મારગડો મારો મેલી દીયો ને તમે કાન

હે નંદ રાજા નો હું બેટડોને કાન કુંવર અમારા નામ
હા હા વાલા કુંવર અમારા નામ રે
મારગડો મારો મેલી દીયો ને તમે કાન રે
મારગડો મારો મેલી દીયો તમે કાન

હે અમે મૈયારા કંસ રાજાના વાલા
કોઈને ના દઈએ દાણ
હા હા રે વાલા કોઈને ના દઈએ દાણ રે
મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે
મારગડો મારો મેલી દીયો ને સુંદર શ્યામ રે
મારગડો મારો મેલી દીયો ને કુંવર કાન રે
મારગડો મારો મેલી દીયો ને સુંદર શ્યામ રે 
 
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »