Achako Machako 2.0 Lyrics in Gujarati | અચકો મચકો ૨.0 લિરિક્સ ગુજરાતીમાં


 Achako Machako 2.0
Singer : Santvani Trivedi , Music : DJ Kwid & Gaurav Dhola
Lyrics : Traditional , Label- Saregama India Limited
 
Achako Machako 2.0 Lyrics in Gujarati
| અચકો મચકો ૨.0 લિરિક્સ ગુજરાતીમાં 
 
ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો
ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો
આ આંખલડી રાતી ને ઉજાગરો ક્યારે કીધો
આ આંખલડી રાતી ને ઉજાગરો ક્યારે કીધો હા કયારે કીધો

માથે મટુકડી મહી ઈંઢોણી હું મહિયારણ હાલી રે ગોકુળ મા
હે મોરા કાન મુજને હરિ વાલા મોરા શ્યામ મુજને હરિ વાલા

અમે મણિયારા રે ગોકુળ ગામ ના
અમે મણિયારા રે ગોકુળ ગામ ના
મારે મહી વેચવાને જાવા મણિયારા રે ગોકુળ ગામ ના
અમે મણિયારા રે ગોકુળ ગામ ના

હે ક્રિષ્ના ભગવાન હાલ્યા દ્વારકા ને કાઈ
ક્રિષ્ના ભગવાન હાલ્યા દ્વારકા ને કાઈ
લિધો રે મણિયારા કેરો વેશ કે હોવ હોવ
લિધો મણિયારા કેરો વેશ
કે હૂતો તને વારી જાવું રે મણિયારા
કે હૂતો તને વારી જાવું રે મણિયારા હે હાલો

ઈંધણાં વીણવા ગઈતી મોરી સૈયર ઈંધણાં વીણવા ગઈતી રે
હો હો ઈંધણાં વીણવા ગઈતી મોરી સૈયર ઈંધણાં વીણવા ગઈતી રે
વેળા બપોર ની થઇતી મોરી સૈયર વેળા બપોર ની થઇતી રે લોલ
ઈંધણાં વીણવા ગઈતી મોરી સૈયર

ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માં ના ચોટીલે ડાકલા વાગ્યા
હે ખમ્મા ખમ્મા
ડાક ને ડમરુ મારી હરદમ વાગે ડાક ને ડમરુ માડી હો
ડાક ને ડમરુ મારી હરદમ વાગે
ડુંગરા ડોલવા લાગ્યા ચામુંડ માં એ હાલ માડી હાલ
ચોટીલે ડાકલા વાગ્યા ચોટીલે ડાકલા વાગ્યા
એ ખમ્મા માડી ખમ્મા હે હાલો હાલો

માર તો મેળે જાવુ ને રાજુડી નો નેડો લાગ્યો
માર તો મેળે જાવુ ને રાજુડી નો નેડો લાગ્યો
નેડો લાગ્યો નેડો લાગ્યો રાજુડી નો નેડો લાગ્યો
નેડો લાગ્યો નેડો લાગ્યો રાજુડી નો નેડો લાગ્યો
માર તો મેળે માર તો મેળે જાવુ ને રાજુડી નો નેડો લાગ્યો
માર તો મેળે જાવુ ને રાજુડી નો નેડો લાગ્યો

ઢોલીડા ઢોલીડા ઢોલીડા ઢોલીડા ઢોલીડા ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા રઢિયાળી રાતડી નો જોજે રંગ જાય ના
રઢિયાળી રાતડી નો જોજે રંગ જાય ના ઢોલીડા એ ઢોલીડા ઢોલીડા

એ ચરર ચરર મારુ ચકડોળ ચાલે ચરર ચરર મારુ ચકડોળ ચાલે
એ ચકદમ ચી ચી ચકદમ ચી ચી ચાલે
આજે રોકડા ને ઉધાર કાલે આજે રોકડા ને ઉધાર કાલે

તમે કિયા તે ગોમ ના ગોરી રાજ અચકો મચકો કારેલી
અમે ગોંડલ ગોમ ના ગોરી રાજ અચકો મચકો કારેલી
તમે દલડાં લીધા ચોરી રાજ અચકો મચકો કારેલી
આ તો ચોરી પર શિરજોરી રાજ અચકો મચકો કારેલી
અચકો મચકો કારેલી 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »