Shubh Labh Lyrics in Gujarati | શુભ લાભ લિરિક્સ ગુજરાતીમાં

Shubh Labh - Kinjal Rabari
Singer : Kinjal Rabari , Lyrics : Amrat Vayad & Aarav Kathi
Music : Rajni Prajapti , Label : Jannat Video Patan
 
Shubh Labh Lyrics in Gujarati
| શુભ લાભ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે પાંચ કર્યા ચાંદલા કંકુ ના
સાથિયોં પુરી લખ્યું શુભ લાભ
હે પાંચ કર્યા ચાંદલા કંકુ ના
સાથિયોં પુરી લખ્યું શુભ લાભ

શુભ લાભ શુભ લાભ

હે મન મા માંગેલુ મા એ મેળવ્યું
આતો એનો છે પ્રતાપ
હો સાથ આપીને સાહસ કરાયું
ગોર ધાણા વેચાયા
મા તે વાળી ને વળી વેળા
અમે બધા રે દેખાયા

પાંચ કર્યા પાંચ કર્યા
પાંચ કર્યા ચાંદલા કંકુ ના
સાથિયોં પુરી લખ્યું શુભ લાભ

શુભ લાભ શુભ લાભ

હા સુખ ની સોયે રમાડ્યા
કદી વેઠ્યો ના અમે તાપ

દેવ નો દીધેલ દેવ જેવો દિકરો છે મારો
લક્ષ્મી રૂપી દિકરી મારી તુલસી નો ક્યારો
આ સુરજ ના અજવાડા પડે મારા આંગણે
પરિવાર ખિલ્યો મારો જેમ ફૂલ આવે પાગણે

હે નવા મકાન નુ મુરત કર્યું
મારુ સપનુ થયુ સાકાર
મનગમતું ઘર મેળવી આપ્યું મા તારો આભાર

પાંચ કર્યા પાંચ કર્યા
પાંચ કર્યા ચાંદલા કંકુ ના
સાથિયોં પુરી લખ્યું શુભ લાભ

શુભ લાભ શુભ લાભ

હા સુખ ની સોયે રમાડ્યા
કદી વેઠ્યો ના અમે તાપ

બહુ ખુશ હુ મા તે માણસ મેળવી આપ્યા વાહ
છે ભાવતા ભોજન ઘેર બને રોજ મારે ખાવા
હે હસ્તી ને હેમખેમ રાખજે માં મારી વાડી
તારું ચલાયું ચાલે છે ચલાવતી રેજે માડી

હે નવી છોડાઈ ગાડી સપનુ સાકાર થઈ જ્યુ આજ
નતું વિચાર્યુ એવુ મા એ મેળવ્યું આપોઆપ

પાંચ કર્યા પાંચ કર્યા
પાંચ કર્યા ચાંદલા કંકુ ના
સાથિયોં પુરી લખ્યું શુભ લાભ

શુભ લાભ શુભ લાભ

હા સુખ ની સોયે રમાડ્યા
કદી વેઠ્યો ના અમે તાપ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »