Shiv Stuti Lyrics in Gujarati | શિવ સ્તુતિ લિરિક્સ ગુજરાતીમાં


 Shiv Stuti - Ruchita Prajapati
Singer : Ruchita Prajapati , Lyrics : Bhagwandas Ravat
Music : Jayesh Sadhu , Label : Meshwa Electronics
 
Shiv Stuti Lyrics in Gujarati
| શિવ સ્તુતિ લિરિક્સ ગુજરાતીમાં 
 
ત્રિલોક તારણ હે મહેશ્વર તારા શરણે આવીયા 
મહાદેવ તારા ગુણ ગાવા ભક્તો એ જગાડીયા 
ફુલડા ની માળા હાથમાં લઈ આવી છું તારે રે દ્વાર 
મહાકાલ માયા રાખજો મનમાં છે ભક્તિ અપાર 
ત્રિલોક તારણ હે મહેશ્વર તારા શરણે આવીયા 
 મહાદેવ તારા ગુણ ગાવા ભક્તો એ જગાડીયા 

લાખો ભુલો અમારી ભોળા બાળ જાણી માફ કરજો 
ખોટા રે કામ કરતાં ભોળા અમને પાછા વાળજો 
ભાવમાં વિભોર બન્યા અમે તારી ભક્તિ માં ઓ શંકરા 
દિલનો છે તું દાતાર ભોળા ભક્તોનું ધ્યાન રાખો જરા 
ત્રિલોક તારણ હે મહેશ્વર તારા શરણે આવીયા 
 મહાદેવ તારા ગુણ ગાવા ભક્તો એ જગાડીયા 

સંકટ વેળા એ આવજે તારા ભક્તો ને ઉગારવા 
વિષ હરતાં શિવ શંકર કેવાયા આવજે દુઃખ હરવા 
મહાદેવ માયા લાગી તારી હું તો માળા કરતી 
તારું નામ ૐકાર લઈને હું તો ભોળા ફરતી 
ત્રિલોક તારણ હે મહેશ્વર તારા શરણે આવીયા 
 મહાદેવ તારા ગુણ ગાવા ભક્તો એ જગાડીયા 

કૈલાશપતિ હે મહેશ્વર તમે છો સૌના પ્યારા 
રુદિયામાં અમને રાખજો મહાદેવ અમે છીએ તારા 
દર્શન કર્યા વિના તારા મનડું મારુ ના લાગતું 
હરઘડી રે મુખ જોવા તારું ભોળા મારુ મન માગતું 
ત્રિલોક તારણ હે મહેશ્વર તારા શરણે આવીયા 
 મહાદેવ તારા ગુણ ગાવા ભક્તો એ જગાડીયા  (2)
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »